General Knowledge: સંસ્કૃત ભાષા હવે ધીરે ધીરે લુપ્ત થઈ રહી છે. પુસ્તકોના થોડાક પાના સુધી મર્યાદિત આ ભાષા એક સમયે ભારતના બૌદ્ધિકોની ભાષા હતી. તે સમયે તેને જ્ઞાનની ભાષા કહેવામાં આવતી હતી. પરંતુ હવે બહુ ઓછા લોકો આ ભાષાને લઈને ઉત્સાહિત દેખાય છે. અંગ્રેજીની દોડમાં લોકો સંસ્કૃતને ભૂલી ગયા છે. પરંતુ હવે ધીમે ધીમે આ જ્ઞાનની ભાષા પ્રત્યે લોકોમાં જાગૃતિ વધી રહી છે. ચાલો આજે તમને જણાવીએ કે ભારતના કયા રાજ્યમાં સંસ્કૃતને સત્તાવાર ભાષા જાહેર કરવામાં આવી છે.


ઉત્તરાખંડમાં સંસ્કૃતનું મહત્વ


ઉત્તરાખંડને દેવ ભૂમિ કહેવામાં આવે છે, તેથી અહીં સંસ્કૃતનું ઐતિહાસિક મહત્વ છે. રાજ્યમાં ઘણી પ્રાચીન સંસ્કૃત શૈક્ષણિક સંસ્થાઓ અને આશ્રમો છે, જ્યાં પરંપરાગત રીતે સંસ્કૃત ભણવામાં આવે છે અને અભ્યાસ પણ કરાવવામાં આવે છે. આ ઉપરાંત, રાજ્યમાં ઘણા મહત્વપૂર્ણ ધાર્મિક અને સાંસ્કૃતિક સ્થળો પણ છે, જ્યાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ ધાર્મિક ગ્રંથોના પાઠ અને વિધિ માટે થાય છે. તમને જણાવી દઈએ કે, ઉત્તરાખંડમાં સરકાર દ્વારા સંસ્કૃતના પ્રચાર માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે. સંસ્કૃત શાળાઓ અને કોલેજોમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને સંસ્કૃતને શાળાઓમાં વૈકલ્પિક ભાષા તરીકે પણ ભણાવવામાં આવે છે.


કોની સરકારમાં સંસ્કૃતને બીજી સત્તાવાર ભાષા બનાવવામાં આવી હતી?


આ ઘટના વર્ષ 2010માં બની હતી. તે સમયે ઉત્તરાખંડમાં ભાજપની સરકાર હતી. રમેશ પોખરિયાલ "નિશંક" રાજ્યના મુખ્યમંત્રી હતા. તેમણે જ ઉત્તરાખંડમાં સંસ્કૃતને બીજી સત્તાવાર ભાષાનો દરજ્જો આપ્યો હતો. જો તમારે સંસ્કૃતનો અભ્યાસ કરવો હોય તો તમે ઉત્તરાખંડ સંસ્કૃત યુનિવર્સિટી, હરિદ્વારમાં પ્રવેશ લઈ શકો છો. આ રાજ્યની સૌથી મોટી સંસ્કૃત કોલેજ છે. આ કોલેજમાં માત્ર દેશના વિવિધ રાજ્યોમાંથી જ નહીં પરંતુ વિદેશમાંથી પણ વિદ્યાર્થીઓ સંસ્કૃત શીખવા માટે આવે છે. તમને જણાવી દઈએ કે, સંસ્કૃતને દેવોની ભાષા કહેવામાં આવે છે, પહેલમાં જમાનામાં ઋષિમુની પણ આ જ ભાષનો ઉપયોગ કરતા હતા. જો કે, સમય જતા આ ભાષા બોલનારાની સંખ્યા ઘટવા લાગી અને હવે તો માત્ર ધાર્મિક વિધિમાં જ તેમનો ઉપયોગ થાય છે. જો કે, કેટલાક સમયથી સંસ્કૃતને લઈને લોકોમાં જાગૃતતા વધી છે.


આ પણ વાંચો...


કોલકાતા કાંડ પછી ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવેથી રાજ્યોએ દર 2 કલાકે આ રિપોર્ટ આપવો પડશે