નવી દિલ્લીઃ ભારતના પૂર્વ વડાપ્રધાન અને જનતાદળના (સેક્યુલર)ના પ્રેસિડન્ટ એચ.ડી. દેવગૌડાને કોરોનાનો ચેપ લાગ્યો છે. જોકે, તેમને કોરોનાના કોઈ લક્ષણો નથી અને અત્યારે તેમની તબિયત સ્થિર હોવાનું તેમની ઓફિસ તરફથી જણાવવામાં આવ્યું છે. નોંધનીય છે કે, દેશમાં કોરોનાએ ફરી એકવાર હાહાકાર મચાવ્યો છે અને દૈનિક કેસો ત્રણ લાખને પાર થઈ ગયા છે. ત્યારે અનેક મોટા નેતાઓ પણ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. ગુજરાતમાં પણ અનેક નેતાઓ કોરોનાની ચપેટમાં આવી ગયા છે. દેશમાં કોરોનાએ અજગર ભરડો લેતા નેતાઓ સાથે સાથે અનેક સેલિબ્રિટી પણ કોરોનાની ચપેટમાં આવી ગઈ છે.
ન્યુઝ એજન્સી એએનઆઇએ ટ્વીટ કરીને જાણકારી આપી છે કે, બેંગલુરુની મણિપાલ હોસ્પિટલ્સ દ્વારા માહિતી અપાઈ છે કે, એચડી દેવેગૌડાને 21 જાન્યુઆરીએ દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યારથી તે ક્લિનિકલ રીતે સ્થિર છે. તેના મહત્વપૂર્ણ પરિમાણો સામાન્ય મર્યાદામાં છે અને તે સારવારને પ્રતિસાદ આપી રહ્યો છે. તે આરામદાયક છે અને તેના રૂમમાંથી તેની પ્રવૃત્તિઓમાં ભાગ લે છે. તેની નજીકથી દેખરેખ રાખવામાં આવે છે.
India Corona Cases Today: ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ તીવ્ર ગતિએ વધી રહ્યા. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 3,37,704, નવા કેસ નોંધાયા છે અને 488 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 2,42,676 સંક્રમિતો સાજા થયા છે. દેશમાં ગઈકાલ કરતાં આજે 9550 કેસ ઓછા નોંધાયા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 21,13,365 પર પહોંચી છે. દૈનિક પોઝિટિવિટી રેટ 17.22 ટકા છે. ઓમિક્રોનના કુલ કેસ 10,050 થયા છે. કેટલું ટેસ્ટિંગ થયું દેશમાં 21 જાન્યુઆરીએ 19,60,954 ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે. કુલ એક્ટિવ કેસઃ 21,13,365 કુલ ડિસ્ચાર્જઃ 3,63,01,482 કુલ મૃત્યુઆંકઃ 4,88,884 કુલ રસીકરણઃ 161,16,60,078 (જેમાંથી ગઈકાલે 67,49,746 ડોઝ આપવામાં આવ્યા હતા. ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 21,225 કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. બીજી તરફ 9,245 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,95,730 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 87.58 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી ગઈકાલે 16 મોત થયા અને 2,10,600 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. રાજયમા એક્ટિવ કેસ 116843 કેસ છે. જે પૈકી 172 વેન્ટીલેટર પર છે, જ્યારે 116671 નાગરિકો સ્ટેબલ છે. 8,95,730 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10,215 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે.