નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ પિનાકી ચંદ્ર ઘોષ (પીસી ઘોષ) ભારતના પ્રથમ લોકપાલ બનશે. આ જાણકારી સૂત્રો દ્વારા મળી છે. જસ્ટિસ પીસી ઘોષએ જ શશિકલા અને અન્ય ભ્રષ્ટાચારના કેસમાં દોષી ઠેરવ્યા હતા. જસ્ટિસ પીસી ઘોષ ઉરાંત આ લોકપાલમાં હાઈકોર્ટના 4 પૂર્વ જજ, ચાર આઈઓએસ અને આઈપીએસ અને અન્ય સેવાઓના નિવૃત્ત અધિકારી સામેલ હશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયને અન્ના હઝારેએ આવકાર્યો છે.




આ પહેલા કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ લોકપાલ કમિટીની બેઠકમાં ભાગ લેવાની ના પાડતા સરકાર પર મનમાનીનો આરોપ લગાવ્યો હતો. પરંતુ, તમામ વિરોધો બાદ આખરે મોદી સરકારે ચૂંટણી પહેલા લોકપાલ નિયુક્ત કરવાનો નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે લોકપાલ નિયુક્તિની સિલેક્ટ કમિટીમાં વડાપ્રધાન, ચીફ જસ્ટિસ અથવા તેમના દ્વારા સૂચવેલા જજ, નેતા વિપક્ષ, લોકસભા અધ્યક્ષ અને એક કાયદાશાસ્ત્રી હોય છે.

પીસી ઘોષ સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ રહી ચૂક્યા છે, તેઓ આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પણ રહી ચૂક્યા છે. તેઓ દેશના પ્રથમ લોકપાલ બની શકે છે. તેમના નિર્ણયોમાં વારંવાર માનવાધિકારોની રક્ષા અંગે જાણવા મળે છે.