શ્રીનગર: જમ્મુ કાશ્મીરના શોપિયામાં આજે સુરક્ષાદળોએ ચાર આતંકવાદીઓને ઠાર કર્યા છે. આજે સવારે દક્ષિણ કાશ્મીરમાં શોપિયાના રેબન વિસ્તારમાં આતંકીઓ છૂપાયા હોવાના સમાચાર મળ્યા હતા. સવારથી જ સુરક્ષાદળોનું ઓપરેશન ચાલી રહ્યું હતું. જ્યારે સુરક્ષાદળોએ આતંકીઓને ઘેરી લીધા તો આતંકીઓએ ફાયરિંગ શરૂ કર્યું હતું. જવાબી કાર્યવાહીમાં ચાર આંતકીને ઠાર કરવામાં આવ્યા છે. હાલ સુરક્ષાદળોનું ઓપરેશન ચાલુ છે.
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સામે સુરક્ષાદળોને સતત મોટી સફળથાઓ મળતી રહી છે. છેલ્લા કેટલાક સપ્તાહથી સુરક્ષાદળોએ તપાસ અભિયાન વધાર્યું છે. જે દરમિયાન ઘણા મોટા આતંકી કમાન્ડર અથડામણમાં ઠાર કરવામાં આવ્યા છે. હાલમાં જ થયેલા એક એન્કાઉન્ટમાં જૈશ-એ-મોહમ્મદના ટોપ કમાન્ડર અને IED એક્સપર્ટ અબ્દુલ રહમાન અને તેના બે સાથીઓને ઠાર કરવામાં આવ્યા હતા. આ અથડામણ આજે સવારે પુલવામાં જિલ્લાના કંગન ગામમાં થઈ હતી.
આજે સવારે જમ્મુ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં રવિવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે દક્ષિણ કાશ્મીરના શોપિયામાં રેબન વિસ્તારમાં આતંકીઓ છૂપાયા હોવાની માહિતી મળ્યા બાદ સવારથી જ વિસ્તારને ઘેરી તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
જમ્મુ-કાશ્મીરના શોપિયામાં ચાર આતંકી ઠાર, વધુ કેટલાક આતંકવાદી છૂપાયા હોવાની આશંકા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Jun 2020 04:26 PM (IST)
જમ્મુ કાશ્મીરના શોપિયામાં આજે સુરક્ષાદળોએ ચાર આતંકવાદીઓને ઠાર કર્યા છે. આજે સવારે દક્ષિણ કાશ્મીરમાં શોપિયાના રેબન વિસ્તારમાં આતંકીઓ છૂપાયા હોવાના સમાચાર મળ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -