મહારાષ્ટ્રના ગઢચિરૌલી જિલ્લામાં પોલીસ સાથેની અથડામણમાં 26 નક્સલીને ઠાર મારવામાં આવ્યા હતા. એક વરિષ્ઠ અધિકારીએ આ જાણકારી આપી છે. ગઢચિરૌલીના જંગલોમાં પોલીસ અને નક્સલીઓ વચ્ચે અથડામણમાં મહારાષ્ટ્ર પોલીસને મોટી સફળતા મળી હતી. આ અથડામણમાં મહારાષ્ટ્ર પોલીસની સી-60 યુનિટે 26 નક્સલીઓને ઠાર કર્યા હતા. અથડામણમાં પોલીસના ત્રણ જવાન ઇજાગ્રસ્ત થયા હતા. વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ઇજાગ્રસ્ત જવાનોને સારવાર માટે હેલિકોપ્ટરમાં નાગપુર લઇ જવામાં આવ્યા છે.


 


અધિકારીએ કહ્યું કે પ્રારંભિક સૂચનાના આધાર પર નક્સલીઓએ પોલીસ કર્મચારીઓ પર ગોળીબાર કર્યો હતો બાદમાં પોલીસે જવાબી કાર્યવાહી કરી હતી. અત્યાર સુધી અમને સૂચના મળી છે કે ચાર નક્સલીને ઠાર મરાયા છે. અથડામણ હજુ પણ ચાલી રહી છે.



આ અથડામણમાં મહારાષ્ટ્ર પોલીસના સી-60 કમાન્ડો સામેલ હતા. ગુરુવારે પોલીસે આ વિસ્તારમાં બે લાખના ઇનામની નક્સલી મંગારુ માંડવીની ધરપકડ કરી હતી. પોલીસના મતે મંગારૂ વિરુદ્ધ હત્યા અને પોલીસ પર હુમલા સહિત અનેક કેસ દાખલ છે.



તે સિવાય મણિપુરમાં સૈન્યની ટુકડી પર આઇડી હુમલો કરવામાં આવ્યો હતો.


મણિપુરના સૂરજ ચંદ જિલ્લામાં આજે આતંકી હુમલો થયો હતો. જેમાં અસમ રાઇફલ્સના કમાંડિગ ઓફિસર તથા તેનો પરિવાર શહીદ થયો છે. એસ સેહકેન ગામ, સિંગનગટ પાસે આ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં કર્નલ વિપ્લવ ત્રિપાઠી (સીઓ 46 એઆર), તેમના પત્ની અને પુત્રનું સ્થળ પર જ મોત થયું, જ્યારે અન્ય ઘાયલોને બેહિયાંગ પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.


આ હુમલાં ત્રણ ક્યૂઆરટી સભ્યોના પણ મોત થયા છે. કથિત રીતે આતંકવાદીઓએ સુરક્ષાકર્મીઓને લઈ જતાં એક કાફલા પર હુમલો કર્યો હતો. સેનાના સૂત્રોના જણાવ્યા મુજબ, કાફલામાં અધિકારીનો પરિવાર પર હતો. હાલ ઓપરેશન શરૂ છે.


રાજ્યના મુખ્યમંત્રી એન બીરેન સિંહે આ ઘટનાને કાયરતાનું પ્રતીક ગણાવીને નિંદા કરી હતી. રિપોર્ટ્સ પ્રમાણે, ઘટના શનિવારે સવારે 10 વાગ્યે સૂરજ ચંદ જિલ્લામાં મ્યાંમાર સરહદ નજીક બની હતી. અસમ રાઇફલ્સના એક કાફલા પર આતંકવાદીઓના અજાણ્યા સમૂહે હુમલો કર્યો હતો. કેટલાક લોકો આની પાછળ મણિપુરની પીપલ્સ લિબરેશન આર્મીનો હાથ હોવાનું જણાવી રહ્યા છે.