જાસૂસી વિવાદ: પાકિસ્તાન હાઈકમિશ્નરના 4 અધિકારીઓએ ભારત છોડ્યું
એબીપી અસ્મિતા વેબ ટીમ | 02 Nov 2016 06:13 PM (IST)
નવી દિલ્લી: દિલ્લી સ્થિત પાકિસ્તાની હાઈકમિશ્નરના ચાર અધિકારીઓએ બુધવારે ભારત છોડી દીધું હતું. ડૉન ન્યૂઝે મંગળવારે એવા અહેવાલ પ્રકાશિત કર્યા હતા કે પાકિસ્તાનના દિલ્લી સ્થિત હાઈકમિશ્નરમાં કાર્યરત ચાર અધિકારીઓને પાછા બોલાવવાનું વિચારી રહ્યા છે. ભારતે પહેલા પાકિસ્તાની હાઈકમિશ્નરના એક અધિકારીને જાસૂસીના આરોપમાં પકડ્યો હતો અને તેના પછી તેને દેશ છોડી દેવાનો આદેશ અપાયો હતો. રિપોર્ટસ પ્રમાણે ભારત તરફથી જાસૂસી માટે હાલમાં નિષ્કાસિત પાકિસ્તાની હાઈકમિશ્નરના કર્મચારીએ 16 અન્ય કર્મચારીઓના નામ લીધા છે જે કથિત રીતે જાસૂસીમાં પોતાનો હાથ હતો.