નવી દિલ્લી: પ્રધાનમંત્રી મોદી આજે એટલે કે શનિવારે ટાઉન હોલના માધ્યમથી નાગરિકો સાથે સીધી વાતચીત કરશે. પહેલા રેડિયો  દ્વારા મન કી બાતના માધ્યમથી લોકો સુધા પોતાની વાત પહોંચાડ઼્યા બાદ હવે તેઓ સીધો સંવાદ કરશે. ઈંદિરા ગાંધી ઈંડોર સ્ટેડિયમમાં આયોજાયેલા આ કાર્યક્રમમાં અમેરિકાની જેમ તેને ટાઉન હોલ નામ આપવામાં આવ્યું છે.


આ કાર્યક્રમ સાંજે 5થી 6 વાગ્યાની વચ્ચે પીએમ મોદીનું સેશન થશે. જો કા આખા દિવસ દરમિયાન ઘણા વરિષ્ઠ મંત્રીઓ સાથે અલગ-અલગ સેશનમાં વાત-ચીત થશે.

ભારતમાં સામાન્ય રીતે ટાઉન હોલ મોટી કંપનીઓના સીઈઓ જ કરતા આવ્યા છે. આ પ્રથમવાર હશે જ્યારે કોઈ પીએમ આ રીતે લોકોના સવાલોના જવાબ આપશે. આ
કાર્યક્રમમાં 2 હજાર લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. તેને MyGov હેઠળ ઓર્ગનાઈઝ કરવામાં આવ્યુ છે.