નવી દિલ્લી: ગુડસ અને ટેક્સ-જીએસટીના ચાર દરો પર સહમતિ બની ગઈ છે. તેમાં આમ આદમીને મોટી રાહત આપવામાં આવી છે. જીએસટી કાઉંસિલે ગુરુવારે ચાર સ્તરીય જીએસટી દરનો નિર્ણય કર્યો છે. આ દરો હશે 1, 12, 18, 28 ટકા..


જીએસટી કાઉંસિલની બેઠક પછી કેંદ્રીય નાણાંમંત્રી અરૂણ જેટલીએ આ નિર્ણયની વિધિવત રીતે જાણકારી આપી હતી. જેટલીએ કહ્યું કે જીએસટી બિલ લાગૂ કરવાની તૈયારીઓ સાચી દિશામાં ચાલી રહી છે. કાઉંસિલની બેઠકમાં આવક વેરાના ઢાંચો અને વળતરની ફૉર્મુલાને અંતિમ રૂપ આપવામાં આવ્યું છે.

જે વસ્તુઓ પર હાલના સમયે ઉત્પાદન કીંમત અને વેટ સહિત કુલ 30-31 ટકા ટેક્ષ લાગે છે તેના પર જીએસટી દર 28 ટકા રહેશે. સામાન્ય લોકોના સામાન્ય ચીજવસ્તુઓ પર જીએસટીનો દર 5 ટકા રહેશે. જીએસટીમાં 12 ટકા અને 18 ટકાના બે માનક દરો રહેશે. જેટલીએ વધુમાં કહ્યું, જીએસટી મારફતે કન્ઝ્યુમર મૂલ્ય સૂચકાંકમાં સમાવેશ ખાદ્યચીજવસ્તુઓ સહિત સામાન્ય વ્યક્તિઓ દ્વારા ઉપયોગમાં લેનાર 50 ટકા વસ્તુઓ પર કોઈ ટેક્ષ લાગશે નહીં.

જેટલીએ જાહેરાત કરી છે કે આમ આદમી દ્વારા ઉપયોગમાં લેવાતી ખાદ્યચીજવસ્તુઓ પર કોઈ ટેક્સ લાગૂ રહેશે નહીં.

તેના પહેલા નાણામંત્રી જેટલીએ જણાવ્યું હતું કે વસ્તુ અને સેવા કર (જીએસટી) પરિષદમાં નવી ટેક્ષ પ્રણાલીથી રાજ્યોને થનાર નુકસાનની ભરપાઈ પર લગભગ સામાન્ય સહમતિ બની ગઈ છે.