આ દિવસોમાં ફરી એકવાર મહિલાઓની સુરક્ષાને લઈને દેશભરમાં આક્રોશ અને ચિંતાનું વાતાવરણ છે. આ દિવસોમાં મહિલાઓ વિરુદ્ધ વધી રહેલા અપરાધોને લઈને રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. હોસ્પિટલ હોય, શાળા હોય, રોડ હોય કે ઘર હોય, મહિલાઓ ક્યાંય પણ સુરક્ષિત નથી, નિર્દોષ બાળકીઓ અને વૃદ્ધ મહિલાઓ પણ નિર્દયતાનો શિકાર બની રહી છે. ભારતમાં મહિલાઓ પર દુષ્કર્મના કિસ્સા એક મોટી સામાજિક સમસ્યા બની ગયા છે.


2017 અને 2022ની વચ્ચે ભારતમાં સરેરાશ દરરોજ દુષ્કર્મના 86 કેસ નોંધાયા હતા અને આમાંથી 82 કેસમાં ગુનેગાર મહિલાનો પરિચિત વ્યક્તિ હોય છે. દર કલાકે અંદાજે ચાર મહિલાઓ સાથે દુષ્કર્મ થાય છે. આમાંથી ત્રણથી વધુ કેસમાં ગુનેગાર પીડિતાનો પરિચિત હોય છે.


NCRB રિપોર્ટ ડેટા શું કહે છે?


નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB) ના વાર્ષિક અહેવાલ મુજબ 2017 થી 2022ની વચ્ચે ભારતમાં કુલ 1.89 લાખ દુષ્કર્મના કેસ નોંધાયા હતા જેમાંથી 1.91 લાખ મહિલાઓ ભોગ બની હતી. તેમાંથી ઓછામાં ઓછા 1.79 લાખ કેસોમાં ગુનેગાર મહિલાનો પરિચિત હોય છે જ્યારે 9,670 કેસોમાં ગુનેગાર અજ્ઞાત વ્યક્તિ હોય છે.


ડેટાનું વિશ્લેષણ એ પણ દર્શાવે છે કે ભારતમાં દુષ્કર્મનો સૌથી વધુ ભોગ 18 થી 30 વર્ષની વયની મહિલાઓ છે. 1.89 લાખ કેસમાંથી 1.13 લાખ પીડિતો આ વય જૂથના છે. આમ દરરોજ નોંધાયેલા 86 દુષ્કર્મના કેસોમાંથી 52 કેસમાં 18 થી 30 વર્ષની વયની મહિલાઓ સામેલ છે.


શું કાર્યસ્થળો સુરક્ષિત છે?


ભારતમાં નોંધાયેલા કુલ કેસોની તુલનામાં કાર્યસ્થળ પર જાતીય સતામણીના કિસ્સાઓ ખૂબ ઓછા છે, પરંતુ તેને અવગણી શકાય નહીં. NCRBના ડેટા અનુસાર, દરરોજ ઓછામાં ઓછી એક મહિલા કાર્યસ્થળ અથવા ઓફિસ પરિસરમાં જાતીય સતામણીનો શિકાર બને છે.


2014 અને 2022ની વચ્ચે કાર્યસ્થળ અથવા ઓફિસ પરિસરમાં જાતીય સતામણીના ઓછામાં ઓછા 4,231 કેસ નોંધાયા હતા. શરૂઆતમાં ઓફિસ પરિસરમાં જાતીય સતામણીના કેસોની સંખ્યા ઓછી હતી પરંતુ કાર્ય સંબંધિત અન્ય સ્થળોએ જાતીય સતામણીના કિસ્સાઓ વધુ હતા.                                              


આ પણ વાંચોઃ


Fake NCC Camp:'નકલી NCC કેમ્પ'માં 13 છોકરીઓ સાથે દુષ્કર્મ, રાષ્ટ્રીય મહિલા આયોગે તમિલનાડુ સરકાર પાસે માંગ્યો રિપોર્ટ