યુનિક આઇડેન્ટિટી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) આધાર કાર્ડ યુઝર્સને તેમના આધાર કાર્ડ અપડેટ કરવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. આ માટે સરકારે ફરી એકવાર મફત આધાર કાર્ડ અપડેટ માટેની સમયમર્યાદા લંબાવી છે. જો તમારું આધાર કાર્ડ 10 વર્ષ જૂનું છે, તો તમારે તમારું આધાર કાર્ડ ફરીથી અપડેટ કરાવવું જોઈએ.
મફત આધાર અપડેટ માટેની અંતિમ તારીખ કઇ છે?
UIDAI દ્વારા મફત આધાર અપડેટ માટેની અંતિમ તારીખ લંબાવવામાં આવી છે. તેની સમયમર્યાદા 14 ડિસેમ્બર 2025થી વધારીને 14 જૂન 2025 કરવામાં આવી છે. આ મફત આધાર અપડેટ સુવિધા ફક્ત myAadhaar પોર્ટલ પર ઓનલાઈન મોડ દ્વારા જ ઉપલબ્ધ થશે, જ્યારે ઓફલાઈન મોડ દ્વારા આધાર કાર્ડ અપડેટ કરવા માટે ચાર્જ વસૂલવામાં આવી શકે છે.
10 વર્ષ જૂનું આધાર કાર્ડ અપડેટ કરવાની સલાહ
UIDAI દ્વારા મફત આધાર કાર્ડ અપડેટ માટેની સમયમર્યાદા લંબાવવાની જાહેરાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X દ્વારા કરવામાં આવી છે. સરકારના આ પગલાથી લાખો આધાર કાર્ડ ધારકોને ફાયદો થવાનો છે. નોંધનીય છે કે આધાર એક યુનિક નંબર છે. આ નંબર વ્યક્તિની બાયોમેટ્રિક વિગતો જેમ કે ફિંગરપ્રિન્ટ અને આઇરિશન સ્કેન સાથે જોડાયેલ છે. જોકે, છેલ્લા ઘણા વર્ષોથી નકલી આધાર કાર્ડના કિસ્સાઓ વધી રહ્યા હતા. આવી સ્થિતિમાં, સરકારે 10 વર્ષ જૂના આધાર કાર્ડને ફરીથી અપડેટ કરવાની સલાહ આપી છે.
આધાર કાર્ડ ઓનલાઈન કેવી રીતે અપડેટ કરવું
-સૌ પ્રથમ તમારે https://myaadhaar.uidai.gov.in/ વેબસાઇટની મુલાકાત લેવી પડશે.
-આ પછી વિગતો ચકાસવાની રહેશે. આ માટે નામ, ઝેન્ડર, જન્મ તારીખ, સરનામાનો પુરાવો જેવી માહિતી આપવી પડશે.
-આ પછી આધાર એડ્રેસ દાખલ કરવાનું રહેશે. પછી તમારે કન્સેન્ટ બોક્સ પર ક્લિક કરવાનું રહેશે.
-પછી તમારે Updatea Aadhaar Online વિકલ્પ પર ટેપ કરવું પડશે.
-આ પછી સરનામાના પુરાવાની સ્કેન કરેલી નકલ અપલોડ કરવાની રહેશે.
-જો તમે ડેડલાઇન પછી સરનામું બદલો છો તો તમારે 50 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે. પરંતુ 1 જૂન, 2025 પહેલા આધાર અપડેટ કરવા માટે કોઈ ચાર્જ લાગશે નહીં.
-આ પછી સર્વિસ રિક્વેસ્ટ નંબર (SRN) જનરેટ થશે.
Aadhar Card Loan: આધાર કાર્ડથી મળશે 50,000 રૂપિયાની લોન, આ રીતે કરો ફટાફટ અરજી