નવી દિલ્લીઃ પીએમ નરેંદ્ર મોદી રવિવારે 22 મી વખત 'મન કી બાત' કરી હતી. જેમા તેમણે ગર્ભવતી મહિલાઓ માટે એક સ્કિમની જાહેરાત કરી હતી. જેમા મહિલા ગર્ભાધાન બાદથી લઇને દર મહિને ફ્રિ હેલ્થ ચેકઅપ કરાવી શકશે. આ હેલ્થ ચેકઅપ સરકારી હૉસ્પિટલમાં થશે. પીએમમે લોકો એંટિબાયોટિક દેવાઓ ડૉક્ટરની સલાહ વગર ના લેવા માટે પણ લોકોને અપિલ કરી હતી. મંદિરમાં પ્રસાદની જગ્યાએ વૃક્ષ આપવા માટે તેમણે જણાવ્યું હતું. આગામી સમયમાં રક્ષા બંધન આવી રહ્યો છે ત્યારે, બહેનને સુરક્ષા વીમાં યોજના અને જીવન જ્યોતિ વિમા યોજના ભેટ આપવા માટે કહ્યું હતું. પીએમમે નરેંદ્ર મોદી એપ દ્વારા રિયો ઓલિંપિકમાં ભાગ લેવા ગયેલા ખેલાડીઓને શુભકામના સંદેશ મોકલવા માટે પણ જણાવ્યું હતું.
ગયા સપ્તાહે ડૉ.એ.પી.જે અબ્દુલ કલામની પુણ્યતિથિ નિમિતે તેમણે કલામને યાદ કર્યા હતા. અને તેમણે વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં આપેલી યોગદાન બદલ યાદ કરીને શ્રદ્ધાંજલી આપી હતી.