Freebies: ‘રેવડી’ મુદ્દે સુપ્રીમ કોર્ટે કહી આ મોટી વાત, જાણો વિગત

Freebies: દેશના કલ્યાણ માટે અમે આ મુદ્દો સાંભળી રહ્યા છીએ તેમ સુપ્રીમ કોર્ટે કહ્યું.

Continues below advertisement

SC Hearing on Freebies: દેશમાં હાલ રેવડી મુદ્દો ચગ્યો છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ 'રેવડી' આપી રહ્યા છે. આ દરમિાયન આજે સુપ્રીમ કોર્ટે કહ્યું,  Freebies એક મહત્વપૂર્ણ મુદ્દો છે અને તેના પર ચર્ચાની જરૂર છે. CJI NV રમનાએ કહ્યું, કેન્દ્ર એવો કાયદો બનાવે છે કે રાજ્યો મફત આપી શકતા નથી, તો શું આપણે કહી શકીએ કે આ કાયદો ન્યાયિક ચકાસણી માટે ખુલ્લો નથી. દેશના કલ્યાણ માટે અમે આ મુદ્દો સાંભળી રહ્યા છીએ.

Continues below advertisement

ચૂંટણીઓ પછી લોકસભાની હોય કે વિધાનસભાની મતદારોને રિઝવવા માટે રાજકીય પક્ષો દ્વારા વિવિધ પ્રકારના વચનો આપવામાં આવતા હોય છે આમાંનું એક સામાન્ય વચનમાં  ખેડૂતોને લોન્સમાં માફી,  મફત વીજ અથવા મફત શિક્ષણ કે પછી    અન્ય લોકપ્રિય સેવાઓ નિઃશુલ્ક ધોરણે પૂરી પાડવાનો સમાવેશ થાય છે. આવા વચનોથી પરેશાન એક જાગૃત નાગરિકે કોર્ટમાં જાહેર હિતની અરજી કરી છે. રાજકીય પક્ષોના આવા વચનને   તેમણે મફતની રેવડી કલ્ચર નામ આપ્યું છે. હાલમાં આ મુદ્દો ચર્ચાને ચગડોળે ચડયો છે અને રાજકીય પક્ષો પર પણ તેને લઈને ટીકાઓ શરૂ થઈ છે. સત્તા મેળવવા માટે દેશની તિજોરી સુધી પહોંચી જતા રાજકીય પક્ષો  એ ભૂલી જાય છે કે, પોતાના આ વચનો દેશના વિકાસ સામે મોટા અવરોધ બની જતા હોય છે.  સામાન્ય રીતે ચૂંટણીઓ વખતે મતદારો ખાસ કરીને ખેડૂત મતદારોને પોતાની તરફ ખેંચવા રાજકીય પક્ષો તેમને ખૂશ કરવાના દરેક પ્રયાસો કરાતા હોય છે.

ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ

દેશમાં કોરોનાના નવા કેસોની સંખ્યા ગઈકાલ કરતાં ઘટી છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 8 હજાર 586 નવા કેસ નોંધાયા છે અને 42 સંક્રમિતોના મોત થયા છે. ગઈકાલ કરતાં આજે કેસમાં 945નો ઘટાડો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા આંકડા બાદ હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 96 હજાર 506 થઈ ગઈ છે. કુલ 4 કરોડ 37 લાખ 33 હજાર 624 લોકો કોરોના મુક્ત થયા છે. મૃત્યુના કુલ આંકડા પર નજર કરીએ તો આ આંકડો 5 લાખ 27 હજાર 416 થઈ ગયો છે.  અત્યાર સુધીમાં કુલ 210 કરોડ 31 લાખ 65 હજાર 703 રસીના ડોઝ આપવામાં આવ્યાછે. જેમાંથી ગઈકાલે 29 લાખ 25 હજાર 342 ડોઝ અપાયા હતા.

Continues below advertisement
Sponsored Links by Taboola