કોરોના મહામારી દરમિયાન ખુદને સુરક્ષિત રાખવાની સૌથી સારી રીતમાંથી એક છે માસ્ક પહેરવું. એક સારી ક્વોલિટીનું માસ્ક 70 ટકા સુધી ચેપ લાગતા રોકી શકે છે અને અન્ય સંબંધિત બીમારીઓ જન્માવતા કીટાણુઓને ફેલાતા પણ રોકે છે.


સર્જિકલ માસ્ક કારગર છે. જોકે ઘણાં લોકો દ્વારા કપડાના બનેલ ફરીથ ઉપયોગમાં લેવાય તેવા માસ્કનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કપડાથી બનેલ રિયૂઝેબલ માસ્ક આર્થિક દૃષ્ટિથી અને પર્યાવરણની અનુકૂળતા પ્રમાણે પણ એક સારો વિકલ્પ બની ચૂક્યો છે.

જોકે એક નવા અભ્યાસમાં જાણવા મળ્યા મુજબ વારંવાર ધોઇને પહેરાતા માસ્ક ખતરનાક સાબિત થઇ શકે છે. આ રીતે વારંવાર ધોવામાં આવતા માસ્કની વાઇરસ સામે લડવાની શક્તિ ઓછી થઇ જાય છે અને અન્ય અશુદ્ધિઓ એમાં સહેલાઇથી ભળી જઇ શકે છે.

પર્યાવરણની દ્રષ્ટિએ પણ સૂતરાઉ કપડાના માસ્ક સારા નીવડ્યા હતા. હવે થયેલા સંશોધન મુજબ વારંવાર એક જ માસ્કનો ઉપયોગ કરવાથી તે માસ્ક પોતાની અસરકારકતા અને પોતાનો મૂળ આકાર ગુમાવી દે છે. જે કાપડમાંથી માસ્ક બનાવવામાં આવે છે એ સમયની સાથે પોતાનું મૂળ પોત ગુમાવતું જાય છે અને ઘસાતું જાય છે.

એક કોમ્પ્યુટર મેાડેલ પર સંશોધન કર્યા પછી વિજ્ઞાનીઓ એવા તારણ પર પહોંચ્યા હતા કે જે કાપડમાંથી માસ્ક બનાવવામાં આવે એ મોં અને નાકમાં ઓક્સિજનના પ્રવેશની પ્રક્રિયામાં અસર કરવા ઉપરાંત સંક્રમણના જોખમને પણ અસર કરે છે. વારંવાર માસ્કને ધોઈને પહેરવાથી તેની વાઇરસ સામે રક્ષણ આપવાની ક્ષમતા ઘટી જાય છે અને વાયરસનું જોખમ વધી જાય છે. કાપડના બનેલા માસ્ક બહુ મોંઘાં હોતાં નથી એટલે શક્ય હોય ત્યાં સુધી એકનો એક માસ્ક લાંબો સમય વાપરવો નહીં જોઇએ એવું આ વિજ્ઞાનીઓનું સંશોધન કહે છે.