નવી દિલ્હીઃ આજે સમગ્ર વિશ્વ ફ્રેન્ડશિપ ડે મનાવી રહ્યું છે. લોકો તેમના મિત્રોને યાદ કરી રહ્યા છે અને તેની તસવીરો પણ શેર કરી રહ્યા છે. ભારતના નજીકના મિત્ર દેશ ઈઝરાયલે જબરદસ્ત રીતે ભારતને હેપ્પી ફ્રેન્ડશિપ ડે કહ્યું છે.

ભારત સ્થિત ઈઝરાયલ દૂતાવાસે ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. જમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઈઝરાયલના પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહૂની તસવીરોનો એક વીડિયો શેર કર્યો છે. આ દરમિયાન બેકગ્રાઉન્ડમાં શોલે ફિલ્મનું જાણીતું ગીત યે દોસ્તી હમ નહીં તોડેંગેનું મ્યૂઝિક વાગે છે.

દૂતાવાસે ટ્વિટ કરીને લખ્યું, હેપ્પી ફ્રેન્ડશિપ ડે 2019 ઈન્ડિયા. આપણી જૂની દોસ્તી વધારે મજબૂત થાય અને નવી ઊંચાઈઓને સ્પર્શે. જે બાદ ઇઝરાયલ અને ઈન્ડિયાનો ઝંડો પણ લાગેલો છે અને #growingpartnershipનું હેશટેગ કર્યું છે.


થોડા દિવસો પહેલા પ્રધાનમંત્રી મોદી અને ઈઝરાયલના પ્રધાનમંત્રીનું એક પોસ્ટર ઈઝારાયેલ ચૂંટણી પ્રચાર દરમિયાન લાગ્યું હતું. મોદીએ ઈઝરાયલને ટ્વિટનો જવાબ આપતાં કહ્યું, આપણું બંધન મજબૂત અને શાશ્વત છે! આપણા રાષ્ટ્રો આગામી સમયમાં વધુ વિકસિત થાય અને સમૃધ્ધ થાય, આપણા રાષ્ટ્રો આવનારા સમયમાં પણ વધારે વિકાસ અને સમૃદ્ધિ પામે.

કેનેડા T20 લીગમાં યુવરાજ સિંહે રમી તોફાની ઈનિંગ, છતાં પણ ટીમને ન જીતાડી શક્યો

આજે ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી T20, જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે લાઇવ ટેલિકાસ્ટ, ટીમ ઈન્ડિયા માટે આ છે મુશ્કેલી

ટીમ ઈન્ડિયાનો આ નવો સ્ટાર ખેલાડી છે ટેટુનો શોખીન, હાથ પર બનાવેલા વરુના ટેટુને લઈ કર્યો મોટો ખુલાસો