1 જાન્યુઆરીથી ભીખ આપનારા લોકો પર થશે ફરિયાદ, દેશના આ શહેરમાં આવ્યો નવો નિયમ

અધિકારીએ માહિતી આપી હતી કે 1 જાન્યુઆરી, 2025થી ઈન્દોરમાં ભિખારીઓને ભિક્ષા આપનારા લોકો સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવશે.

Continues below advertisement

ઈન્દોર:  મધ્યપ્રદેશના ઈન્દોર શહેરમાં વહીવટીતંત્ર દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે.  સોમવારે શહેરના એક ટોચના અધિકારીએ માહિતી આપી હતી કે 1 જાન્યુઆરી, 2025થી ઈન્દોરમાં ભિખારીઓને ભિક્ષા આપનારા લોકો સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવશે.  ઇન્દોરને ભિક્ષાવૃતિથી  મુક્ત કરવાના લક્ષ્યને હાંસલ કરવાના તેના પ્રયાસોના ભાગરૂપે વહીવટીતંત્રે આ નિર્ણય લીધો છે.  ચાલો આ નિર્ણય વિશે વિગતવાર જાણીએ.

Continues below advertisement

શું છે સમગ્ર મામલો ?

1 જાન્યુઆરીથી ઈન્દોર શહેરમાં ભિક્ષા આપનારા લોકો સામે પણ FIR દાખલ કરવામાં આવશે. ઇન્દોરના જિલ્લા મેજિસ્ટ્રેટ આશિષ સિંહે જણાવ્યું હતું કે, " શહેરમાં આ મહિને (ડિસેમ્બર)ના અંત સુધી ભિક્ષાવૃતિની વિરુદ્ધમાં અમારુ જાગૃતિ અભિયાન ચાલશે. આગામી 1 જાન્યુઆરીથી જો કોઈ ભિક્ષા આપતા જોવા મળશે તો તેની સામે પણ એફઆઈઆર દાખલ કરવામાં આવશે." ઇન્દોરને ભિક્ષાવૃતિથી  મુક્ત કરવાના લક્ષ્યને હાંસલ કરવાના તેના પ્રયાસોના ભાગરૂપે વહીવટીતંત્રે આ નિર્ણય લીધો છે.  

ભીખ આપીને પાપમાં સહભાગી ન બનો - જિલ્લાધિકારી 

ઇન્દોરના જિલ્લા મેજિસ્ટ્રેટ આશિષ સિંહે કહ્યું છે કે વહીવટીતંત્રએ શહેરમાં ભીખ માંગવા પર પ્રતિબંધ મૂકતો આદેશ પહેલેથી જ જારી કરી દીધો છે. તેમણે કહ્યું, "હું ઇન્દોરના તમામ લોકોને અપીલ કરું છું કે તેઓ લોકોને ભિક્ષા આપવાના પાપમાં ભાગીદાર ન બને." જિલ્લાઅધિકારી આશીષ સિંહે આ વાતની જાણકારી આપી કે શહેર પ્રશાસને છેલ્લા ઘણા મહિનાઓમાં ભીખ માંગતી જુદી જુદી ગેંગનો પર્દાફાશ કર્યો છે. ઘણા શહેરોમાં લોકો ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહી ભીખ માંગતા હોય છે.   

કેન્દ્ર સરકારનો પાયલોટ પ્રોજેક્ટ

ઇન્દોરના જિલ્લા મેજિસ્ટ્રેટે જણાવ્યું કે વહીવટીતંત્ર દ્વારા ભિક્ષાવૃતિમાં સામેલ ઘણા લોકોનું પુનર્વસન કર્યું છે. તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ અંતર્ગત દેશના 10 શહેરોને ભિક્ષામુક્ત બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમાં ઈન્દોરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. 

ભિખારીઓના પુનર્વસન માટે કેન્દ્ર સરકારના પાયલોટ પ્રોજેક્ટ હેઠળ ઈન્દોરની શેરીઓ ભિખારી મુક્ત બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પ્રોજેક્ટમાં દિલ્હી, બેંગલુરુ, ચેન્નાઈ, હૈદરાબાદ, ઈન્દોર, લખનૌ, મુંબઈ, નાગપુર, પટના અને અમદાવાદ - 10 શહેરોને આવરી લેવામાં આવ્યા છે. 

આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી   

Continues below advertisement
Sponsored Links by Taboola