આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

Weather Update: આ સમયે સમગ્ર ઉત્તર ભારતમાં જોરદાર ઠંડી છે. દિલ્હીમાં લઘુત્તમ તાપમાન ઘટીને 4.9 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું, જે સામાન્ય કરતાં 3.1 ડિગ્રી ઓછું છે. હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં કોલ્ડવેવને લઈને એલર્ટ જાહેર કર્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
હિમાચલ પ્રદેશ અને કાશ્મીર ખીણમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થયો છે. જેના કારણે પહાડોમાં રહેતા લોકોને ઠંડીથી થોડી રાહત મળી છે. જો કે મેદાની વિસ્તારોમાં તીવ્ર ઠંડી અને શીત લહેર ચાલુ છે.

પહાડોમાં હિમવર્ષાના કારણે શ્રીનગરમાં શનિવારે રાત્રે લઘુત્તમ તાપમાન માઈનસ 3.4 ડિગ્રી નોંધાયું હતું. પ્રવાસીઓના પ્રિય સ્થળ ગુલમર્ગમાં પારો માઈનસ 3.8 ડિગ્રી નોંધાયો હતો. પહેલગામમાં પણ લઘુત્તમ તાપમાન માઈનસ 4.8 ડિગ્રી નોંધાયું હતું.
આ હિમવર્ષાની અસર મેદાની વિસ્તારોમાં જોવા મળી રહી છે. મેદાની વિસ્તારોમાં પંજાબના ફરીદકોટનું લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રાજસ્થાનમાં પારો શૂન્યથી નીચે પહોંચી ગયો છે. ફતેહપુરમાં રવિવારે સતત ત્રીજા દિવસે લઘુત્તમ તાપમાન શૂન્ય ડિગ્રીથી નીચે રહ્યું હતું. આ ઉપરાંત ચુરુ, ભીલવાડા, સંગરિયા, પિલાની અને સિરોહીમાં પણ પારો 5 ડિગ્રીથી નીચે રહ્યો હતો.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને પશ્ચિમ રાજસ્થાનમાં ઠંડીનું મોજું આવવાની શક્યતા છે.
16 થી 21 ડિસેમ્બર સુધી ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પૂર્વ રાજસ્થાન, ઓડિશા, મધ્ય મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર અને ગુજરાતના કચ્છ અને તેલંગાણાના જુદા જુદા ભાગોમાં ઠંડા પવનની અપેક્ષા છે.
એક તરફ ઉત્તર ભારતમાં કડકડતી ઠંડીએ લોકોને પરેશાન કર્યા છે તો બીજી તરફ તમિલનાડુમાં વરસાદ ચાલુ છે. હવામાન વિભાગે અહીં વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક દરમિયાન બંગાળની ખાડીમાં દબાણનું ક્ષેત્ર બનશે. તેની અસર દક્ષિણ ભારતમાં જોવા મળી શકે છે. તમિલનાડુ ઉપરાંત આંધ્રપ્રદેશ અને કેરળમાં પણ વરસાદ પડી શકે છે.