Fructose: ફ્રૂટક્ટોઝના સેવનને લઇને હંમેશા દલીલ થતી રહી છે. જે અનિવાર્ય રીતે એક પ્રાકૃતિક (sugar)શુગર છે. શું આપના સ્વાસ્થ્ય માટે  યોગ્ય છે કે અયોગ્ય જાણીએ...


સ્વાસ્થ્ય નિષ્ણાત હંમેશા સલાહ આપે છે કે, શુગર સ્વાસ્થ્ય માટે ખરાબ છે પરંતુ શું આ નિયમ રિફાઇન્ડ શુગર પર લાગુ પડે છે. પ્રાકૃતિક શુગર પણ શું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. દલીલના કેન્દ્રમાં હંમેશા ફ્રૂટક્ટોઝ હોય છે. જે બહુ લાંબા સમયથી ચર્ચામાં છે પરંતુ ફ્રૂટક્ટોઝ હાનિકારક છે કે નુકસાનકારક તે દલીલ કરતા પહેલા ફ્રૂટક્ટોઝ શું છે તે જાણીએ...


ફ્રૂટક્ટોઝ શું છે?
ફ્રૂટક્ટોઝ એક પ્રાકૃતિક શુગર છે.જે ફળો, જ્યૂસ,ખાસ સબ્જી અને મધમો હોય છે. જો કે આ બધા જ સ્વસ્થ ફૂડ છે પરંતુ ફ્રક્ટોઝ (Fructose) હાઇ ફ્રુક્ટોઝ કોર્ન સિરપનો એક ઘટક હોય છે.  જેને કોર્ન સ્ટાર્ચથી બનાવવામાં આવે છે અને ગેર સ્વાસ્થ્ય ફ્ડસ જેવા કે સોડા, કેન્ડીમાં મિક્સ કરવામાં આવે છે.  કોર્ન સ્ટાર્ચમાં ખાસ એન્જાઇમ મિક્સ કરીને નિર્માતા હાઇ ફ્રક્ટોઝ કોર્ન સિરપ બનાવે છે.  જે અનિવાર્ય રીતે શુદ્ધ ગ્લુકોઝ હોય છે.


ગ્લુકોઝ શુગરનો બીજો પ્રકાર છે. નિર્માતા આ ગ્લુકોઝનો ઉપયોગ સિરપ બનાવવા માટે કરે છે. જેમાં ફ્રૂક્ટોઝની અલગ અલગ માત્રા હોય છે. હાઇ ફ્રૂક્ટોઝવાળા ફૂડસ ડાયાબિટિસ અને કેન્સરનું જોખમ વધારે છે.


ફ્રૂક્ટોઝ શરીર માટે  નુકસાનક છે?
ફ્રૂક્ટોઝ શરીર માટે  નુકસાનક છે? આ સવાલનો જવાબ તેના પર નિર્ભર છે કે તેનો ઉપયોગ કેવી રીતે થાય છે. જો આપ તેને તાજા ફળો અને શાકભાજીને રૂપે ગ્રહણ કરો છો તો તે નુકસાનકારક નથી પરંતુ ફ્રૂક્ટોઝની પ્રોસેસ્ડ પ્રોડક્ટ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. તેની વધુ માત્રાથી વધુ ફેટ જમા થાય છે. મેદસ્વીતાની સમસ્યા સર્જાય છે. આમ તો શોધકર્તા માટે પણ ફ્રૂક્ટોઝ અને ગ્લુકોઝમાં અંતર કરવું મુશ્કેલ છે. ટૂંકમાં પ્રાકૃતિક સ્રોત જેવા કે, સફરજનનું જ્યુસ, સફરજન,સૂકુ અજીર, મધ, નાશપાતિનુ ફ્રુક્ટોઝ નુકસાનકારક નથી. ડુંગળીમાં પણ ફ્રૂક્ટોઝ હોય છે.  સોડાનું સેવન સીમિત કરો.