Gaganyaan Mission: ગગનયાનની પ્રથમ ટેસ્ટ ફ્લાઈટ શ્રીહરિકોટાથી સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવી છે. પડકારોને પાર કરીને ઈસરોએ ગગનયાન મિશનની પ્રથમ ટેસ્ટ ફ્લાઈટ લોન્ચ કરીને ઈતિહાસ રચ્યો છે. ઈસરોએ રવિવારે સવારે 10 વાગ્યે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી ગગનયાનના ક્રૂ મોડ્યુલને લોન્ચ કર્યું હતું. તેને ટેસ્ટ વ્હીકલ એબોર્ટ મિશન-1 અને ટેસ્ટ વ્હીકલ ડેવલપમેન્ટ ફ્લાયન્ટ (ટીવી-ડી1) પણ કહેવામાં આવે છે.










ક્રૂ મોડ્યુલ ગગનયાન મિશનની પ્રથમ ટેસ્ટ ફ્લાઇટ દ્વારા લોન્ચ કરાયેલા રોકેટથી અલગ થઈ ગયું છે. પેરાશૂટ ખુલતાની સાથે જ આ ક્રૂ મોડ્યુલ શ્રીહરિકોટા કિનારે બંગાળની ખાડીમાં પડવાનું છે. તેને રિકવર કરવા માટે ભારતીય નૌકાદળનું જહાજ અને ડાઇવર્સની ટીમ તૈનાત છે. ઈસરોના ચીફ એસ સોમનાથે કહ્યું કે મને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે ગગનયાન મિશન ટીવી-ડી1 મિશનની પ્રથમ ટેસ્ટ ફ્લાઇટની ઉડાણ સફળ રહી છે. આ મિશનનો હેતુ ક્રૂ એસ્કેપ સિસ્ટમની તપાસ કરવાનો હતો. ઈસરોના ચીફ એસ સોમનાથે કહ્યું કે ગગનયાન મિશન ટીવી-ડી1 મિશનની પ્રથમ ટેસ્ટ ફ્લાઇટ સફળ રહી છે. આ મિશનનો હેતુ ક્રૂ એસ્કેપ સિસ્ટમની તપાસ કરવાનો હતો.






ટેસ્ટ વ્હીકલ એસ્ટ્રોનોટ માટે બનાવવામાં આવેલા ક્રૂ મોડ્યુલને પોતાની સાથે ઉપર લઇ જશે. રોકેટ ક્રૂ મોડ્યુલને લઈને સાડા સોળ કિલોમીટર સુધી જશે અને પછી બંગાળની ખાડીમાં ઉતરશે. અગાઉ શનિવારે પ્રથમ ટેસ્ટ ફ્લાઇટ આઠ વાગ્યે લોન્ચ થવાનું હતું પરંતુ બાદમાં તેને 10 વાગ્યે શિડ્યૂલ કરાયું હતું. પરંતુ લોન્ચિંગ પહેલા એન્જિન યોગ્ય રીતે કામ કરી શક્યા ન હતા જેના કારણે લોન્ચિંગ મોકૂફ રાખવામાં આવ્યું હતું.






આ ટેસ્ટ ફ્લાઇટની સફળતા ગગનયાન મિશનના આગળના તમામ આયોજનની રૂપરેખા નક્કી કરશે. આ પછી આવતા વર્ષે બીજી ટેસ્ટ ફ્લાઈટ હશે જેમાં હ્યુમનનોઈડ રોબોટ વ્યોમિત્રને મોકલવામાં આવશે. એબોર્ટ ટેસ્ટનો અર્થ એ છે કે જો કોઈ સમસ્યા હોય તો અવકાશયાત્રી સાથે આ મોડ્યુલ તેમને સુરક્ષિત રીતે નીચે લાવી શકે છે.