કોલકત્તાઃ કોલકાત્તાના સૉલ્ટલેક વિસ્તારમાં ચાલુ કારે 26 વર્ષીય એક મહિલા સિંગર સાથે ગેંગરેપનો કિસ્સો સામે આવ્યો છે. મહિલાને અજાણ્યા શખ્સોએ સૉલ્ટલેક વિસ્તાર પાસે તેને કારમાં ખેંચી લીધી હતી. અંદાજે 3 કલાક સુધી ગેંગરેપ કરનારા નરાધમોએ લોહીથી લથપથ મહિલાને રસ્તા પર જ ફેંકીને ફરાર થઈ ગયા હતા. હાલ પોલીસ આરોપીઓની શોધખોળમાં લાગી ગઈ છે. ઘટનાની મળતી માહિતી પ્રમાણે, કોલકાત્તાના સૉલ્ટલેક વિસ્તારમાં ચાલુ કારમાં એક 26 વર્ષીય મહિલા સિંગર સાથે 3 કલાક સુધી ગેંગરેપ થયો હતો. ઘટનાને પગલે મહિલા લોહીથી લથપથ થઈ ગઈ હતી. જેથી નરાધમોએ મહિલાને રસ્તા વચ્ચે ફેંકીને જતા રહ્યા હતા. મહિલા ઘટનાને પગલે બેભાન થઈ ગઈ હતી. પીડિતાએ પોલીસને સમગ્ર ઘટનાની જાણકારી આપતા જણાવ્યું હતું કે, 'રવિવારે રાત્રે બારમાં તેની શિફ્ટનો સમય પૂર્ણ થતા તે સેક્ટર 5માં આવેલા એક કેફેમાં જવાનું વિચારી રહી હતી.' જેથી તેણે એપની મદદથી કેબ બોલાવી અને ત્યાથી સાલ્ટ લેક સેક્ટર 5ની આરડીબી સિનેમા પહોંચી હતી.' ત્યારે અચાનક એક શખ્સે તેની મદદ કરવાની વાત કરી હતી. જ્યારે મહિલાએ તેને સરનામું પૂછ્યું, તો તે શખ્સોએ ખોટું સરનામું બતાવી તેને ગેરમાર્ગે દોરી હતી. આ મહિલા કોલકાત્તામાં નવી હતી, જેથી તેને આ નરાધમોના વિશ્વાસમાં આવી જઈને તેમની સાથે કારમાં બેસી હતી. અને ત્યારબાદ કારમાં એકલતાનો લાભ લઈને નરાધમોએ ઘટનાને અંજામ આપ્યો હતો.