નવી દિલ્લી: બ્રિટનની એક હોસ્પિટલમાં આજે ઓપન હાર્ટ સર્જરી કરાવવા જઈ રહેલા પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફે સોમવારે પીએમ મોદી સાથે ફોન પર વાત કરી હતી.

ટેલિફોન પર થયેલી વાતચીતમાં પીએમ મોદીએ પાકિસ્તાનના પીએમ શરીફની તબિયત જલ્દી સુધારા પર આવે તેની શુભકામના આપી હતી.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે ટ્વિટ કરીને જણાવ્યું કે નવાઝ શરીફે આજે (સોમવારે) સર્જરી પહેલા પીએમ મોદીને ફોન કર્યો હતો.  પીએમ મોદીએ તેમનું સ્વાસ્થ સુધરે તેવી પ્રાર્થના છે.

ઉલ્લેખનીય છે કે મોદીએ આ પહેલા શનિવારે પણ ટ્વિટ કરીને શરીફને શુભકામનાઓ પાઠવી હતી.