નવી દિલ્હીઃ કાનપુરમાં આઠ પોલીસકર્મીનુ એન્કાઉન્ટર કરીને નાસતો ફરતો હત્યારો વિકાસ દુબે ગઇકાલે પોલીસના હાથે ઝડપાઇ ગયો અને આજે સવારે પોલીસ દ્વારા તેનુ એન્કાઉન્ટર પણ કરી દેવામાં આવ્યુ છે. યુપી એસટીએફની ટીમ તેને ઉજ્જૈનથી કાનપુર લઇને આવી રહી હતી તે દરમિયાન પોલીસની કાર પલટી અને આરોપીએ પોલીસના હથિયારો લઇને ભાગવાની કોશિશ કરી, આ કોશિશમાં પોલીસે તેનુ એન્કાઉન્ટર કરી દીધુ હતુ.
કેટલાક વર્ષોથી ઉત્તરપ્રદેશમાં ગુનાખોરીનુ સામ્રાજ્ય જમાવીને બેઠેલા ગેન્ગસ્ટર વિકાસ દુબેનો પરિવાર પણ ખુબ મોટો છે, અને તેની પત્ની રાજનીતિમાં હાથ અજમાવી ચૂકી છે. વિકાસ દુબેના પરિવારમાં તેના ઘરડા માતા-પિતા, ભાઇ-બહેન અને બાળકો પણ છે.
પત્ની અને બાળકો
વિકાસના પરિવારમાં તેની પત્ની અને તેના બે બાળકો છે. તેના લગ્ન 25 વર્ષ પહેલા ઋચા સાથે થયા હતા. ઋચા દુબેએ સ્થાનિક રાજનીતિમાં હાથ અજમાવ્યો હતો. વિકાસ દુબેના બે બાળકો આકાશ અને શાનૂ છે. મોટો દીકરો આકાશ અમેરિકામાં અભ્યાસ કરી રહ્યો છે, જ્યારે નાનો દીકરો હાલ બારમા ધોરણમાં ભણી રહ્યો છે. તે લખનઉમાં પોતાની મા સાથે રહેતો હતો.
માતા અને પિતા
વિકાસના ઘરડા માતા-પિતા પોતાના દીકરાઓ રહેતા હતા. જાણકારી અનુસાર પિતા રામ કુમાર દુબે કાનપુરના બિકરુમાં જ રહેતા હતા, અને તે જ ઘરમાં રહેતા હતા, જ્યાં પોલીસ અને વિકાસ દુબેની વચ્ચે 3જી જુલાઇએ અથડામણ થઇ હતી. વળી તેની માતા સરલા દેવી પણ છે, જે લખનઉમાં રહેતી હતી. કહેવાઇ રહ્યું છે કે એન્કાઉન્ટર બાદ તેની મા બીજા દીકરાના ઘરે ચાલી ગઇ હતી.
ભાઇ અને બહેન
આ ઉપરાંત વિકાસ દુબેના એક નાનો ભાઇ પણ છે દીપ આકાશ દુબે, દીપ આકાશ અને તેની પત્ની અંજલી દુબેની સાથે તેની મા સરલા દેવી રહેતી હતી. વળી, વિકાસની બે બહેનો રેખા અને કિરણનુ મૃત્ય થઇ ચૂક્યુ છે. જ્યારે એક નાની બહેન ચંદ્રકાન્તા દુબે શિવલીમાં રહે છે.
એન્કાઉન્ટરમાં ઠાર ગેંગસ્ટર વિકાસ દુબેનો મોટો દીકરો અમેરિકામાં ભણે છે, નાનો દીકરો અને પત્નિ શું કરે છે? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Jul 2020 11:20 AM (IST)
પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયેલો હત્યારે છેલ્લા કેટલાય વર્ષોથી યુપીમાં પોતાનુ અપરાધનુ સામ્રાજ્ય જમાવીને બેઠો હતો, તેના ફેમિલીમાં માતા, પિતા, પત્ની અને બે દીકરા છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -