નવી દિલ્હી: કેંદ્ર સરકાર દ્વારા તહેવારોને ધ્યાનમાં રાખીને એસઓપી જાહેર કરવામાં આવી છે. જે મુજબ ધાર્મિક કાર્યક્રમોમાં રેકોર્ડ કરેલું સંગીત જ વગાડી શકાશે. ઓરકેસ્ટ્રા કે મંડળીને કોઈ છૂટછાટ આપવામાં આવી નથી.


ઉલ્લેખનીય છે કે આવનારા દિવસોમાં નવરાત્રિ અને દિવાળી તહેવાર આવી રહ્યા છે. દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. એવામાં કેંદ્ર સરકાર દ્વારા એસઓપી જાહેર કરવામાં આવી છે. કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવેશ વિસ્તારના લોકોને તહેવારોની ઉજવણી માટે કોઈ છૂટછાટ આપવામાં આવી નથી.

65 વર્ષથી વધુની વયના વ્યકિતઓ અને ગર્ભવતી મહિલાઓ તેમજ 10 વર્ષથી નાની વયના બાળકોને ઘરમાં જ રહેવા સલાહ આપવામાં આવી છે.

કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ