નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીક અને તેના પરિવારને હત્યાની ધમકી મળી છે. ઇન્ટરનેશનલ નંબર પરથી આવેલા ફોન પર મળેલી ધમકી બાદ ગૌતમ ગંભીરે ફરિયાદ આપી એફઆઇઆર દાખલ કરવાની માંગ કરી છે. ભાજપ સાંસદે પોલીસ સમક્ષ પોતાની અને પોતાના પરિવારની સુરક્ષા સુનિશ્વિત કરવાની માંગ કરી છે.


ગૌતમ ગંભીરે શાહદ્રાના ડીસીપીને લખેલી ફરિયાદમાં કહ્યું કે, મને અને મારા પરિવારના સભ્યોને ઇન્ટરનેશનલ નંબર પરથી ફોન કરીને સતત હત્યાની ધમકી આપવામાં આવી રહી છે. મહેરબાની કરીને આ મામલામાં એફઆઇર દાખલ કરો અને મારા અને મારા પરિવારની સુરક્ષા સુનિશ્વિત કરો.

ગૌતમ ગંભીર પૂર્વી દિલ્હીથી સાંસદ છે. તે સતત દેશના વિવિધ મુદ્દાઓ પર પોતાના વિચારો રાખે છે. પોતાના સંસદીય ક્ષેત્રના વિકાસ માટે તે સતત પ્રયાસરત દેખાઇ રહ્યા છે. તે પોતાના સાંસદ ક્ષેત્રના લોકોને ફરિયાદની તક આપતા નથી.