નવી દિલ્હી: પૂર્વ ક્રિકેટર અને બીજેપી સાંસદ ગૌતમ ગંભીરે શહીદ જવાનોના બાળકોના અભ્યાસનો ખર્ચ પૂરો પાડવાની જાહેરાત કરી છે. દિલ્હીમાં ગૌતમ ગંભીર ફાઉન્ડેશન દ્વારા શહીદોના પરિવાર માટે એક ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ગૌતમે શહીદોના પરિવાર સાથે મુલાકાત કરી હતી. કાર્યક્રમમાં પુલવામા, સુકમા, કાશ્મીર અને ઝારખંડ નક્સલમાં શહીદોના પરિવારો હાજર રહ્યાં હતા.


કાર્યક્રમ દરમિયાન ગૌતમ ગંભીરે જાહેરાત કરી કે તેમનું ફાઉન્ડેશન શહીદ જવાનોના બાળકોના અભ્યાસ અને સાઈકોલૉજિકલ કાઉન્સલિંગની જવાબદારી ઉઠાવશે.ગૌતમ ગંભીરે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, “મને એક સારી ટીમ મળી છે. હું મારી ટીમને શુભેચ્છા આપવા માંગું છું. અમે લોકોએ નિર્ણય કર્યો છે કે અમે દર વર્ષે શહીદોના પરિવાર અને તેમના બાળકો માટે એક ડિનર પાર્ટીનું આયોજન કરીશું. જેથી તેમની થોડીક મદદ કરી શકાય. ”

ગૌતમે કહ્યું, ગત વર્ષે અમે આઈપીએલ ગેમ માટે લઈ ગયા હતા, અને આ વખતે અમે દિલ્હી દર્શન કરાવીશું. જેથી તેઓ દિલ્હીના તમામ જરૂરી સ્પોર્ટ્સ જોઈ શકે અને મઝા માણી શકે. અમારા ફાઉન્ડેશનની મુહિમ એ પણ હતી કે અમે બાળકોના શિક્ષણમાં મદદ કરીએ.

આ કાર્યક્રમમાં શહીદોના પરિવારે સરકાર તરફથી ખાસ મદદ ન મળવા પર પણ નારાજગી વ્યક્ત કરી હતી. ગૌતમ ગંભીર ફાઉન્ડેશન દ્વારા આતંકી હુમલામાં શહીદ જવાનોના બાળકોના અભ્યાસનો ખર્ચ ઉઠાવવાનો નિર્ણય કર્યો છે. જેમાં પેરામિલિટરીમાં જે કૉંન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ રહ્યા હતા.