નવી દિલ્હી: કોરોના વાયરસનો કહેર ભારતમાં સતત વધી રહ્યો છે. દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે દિલ્હીના ભારતીય જનતા પાર્ટીના સાંસદ ગૌતમ ગંભીર મદદ માટે આગળ આવ્યા છે.


ગૌતમ ગંભીરે કહ્યું મારા ફાઉન્ડેશને એલ.એન.જે.પી. હોસ્પિટલમાં 1000 પી.પી.ઇ કિટ મોકલી છે. યમુના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સ્થાપિત આશ્રય સ્થાનમાં સંપૂર્ણ સ્વચ્છતા જાળવવામાં આવી રહી છે. ગૌતમ ગંભીરે કહ્યું, કોવિડ -19ના પરીક્ષણો વધુ કરવાની જરૂર છે.



ગૌતમ ગંભીરે કહ્યું મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અમારી પાસે 1000 પીપીઈ કિટની માંગ કરી હતી, અમે પોતોના ફાઉન્ડેશનમાંથી 1000 કિટ LNJP હોસ્પિટલમાં મોકલી રહ્યા છીએ જો તેમને 100 કિટ વધારે જોતી હશે તો તે પણ અમે આપશું.

ભારતમાં પણ કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. સ્વાસ્થ્ય વિભાગના સંયુક્ત સચિવ લવ અગ્રવાલના જણાવ્યા અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં 6412 કેસ નોંધાયા છે, જ્યારે 199 લોકોના મોત થયા છે. જેમાંથી 503 દર્દીઓ સ્વસ્થ થયા છે.