નવી દિલ્હી: સેના પ્રમુખ જનરલ બિપિન રાવતને દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) બનાવવામાં આવ્યા છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની જવાબદારી ત્રણ સેનાઓ સાથે જોડાયેલા મામલે રક્ષામંત્રીને સલાહ આપવાની રહેશે. સીડીએસ જ રક્ષામંત્રીના મુખ્ય સૈન્ય સલાહકાર બનશે. જોકે સૈન્ય સેવાઓ સાથે જોડાયેલા વિશેષ મુદ્દે ત્રણેય સેનાઓના ચીફ પહેલાની જેમ રક્ષામંત્રીને સલાહ આપતા રહેશે.

તાજેતરમાં જ કેન્દ્ર સરકારે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનો કાર્યકાળ 3 વર્ષ માટે વધારી દેવામાં આવ્યો છે. હવે ચીફ ઓફ ડિફેન્સના નિવૃત્ત થવાની ઉંમર 65 વર્ષની કરવામાં આવી છે. 65 વર્ષની ઉંમર પૂરી થયા પછી જ આ પદથી નિવૃત્ત થશે. પહેલાં 62 વર્ષે નિવૃત્ત થવાની જોગવાઈ હતી.

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના પદ પર 4 સ્ટાર જનરલ રેંકના સેન્ચ અધિકારીને નિયુક્ત કરવામાં આવ્યા છે. હવે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફને ત્રણે સેનાઓના પ્રમુખોની બરાબર સેલરી પણ આપવામાં આવશે.