ગ્રેટર હૈદ્રાબાદ નગર નિગમ દેશની સૌથી મોટી મહાનગપાલીકાઓમાંથી એક છે. આ નગર નિગમ 4 જિલ્લામાં છે, જેમાં હૈદ્રાબાદ, રંગારેડ્ડી, મેડચલ મલકજગિરી અને સંગારેડ્ડી આવે છે. આ સમગ્ર વિસ્તારમાં 24 વિધાનસભા વિસ્તાર સામેલ છે અને તેલંગાનાની 5 લોકસભા સીટ પણ આવે છે. આ જ કારણ છે કે ગ્રેટર હૈદ્રાબાદ નગર નિગમ ચૂંટમીમાં કેસીઆરથી લઈને ભાજપ, કોંગ્રેસ અને અસદુદ્દીન ઓવૈસીએ પોતાની તમામ તાકત લગાવી દીધી છે.
1 ડિસેમ્બરે યોજાયેલ ચૂંટણીમાં 74.67 લાક મતદારોમાંથી માત્ર 34.50 લાખ (46.55 ટકા) લોકોએ મત આપ્યા હતા.
આજે મતગણતરી માટે 30 સ્થળો પર મતગણતરી કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. 8152 કર્મચારીઓ મતગણતરી કાર્યમાં લાગ્યા છે. અધિકારીઓએ કહ્યું કે, મતગણતરીની પૂરી પ્રક્રિયાને મતગણતરી કેન્દ્રમાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરામાં કેદ કરવામાં આવશે. ચૂંટણીમાં મતપત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, માટે પરિણામ વિશે બપોર અથવા સાંજ સુધી તસવીર સ્પષ્ટ થઈ જશે.
ચૂંટણી પ્રચારમાં પીએમ મોદી અને રક્ષામંત્રી રાજનાથસિંહને બાદ કરતા જે.ડી.નડ્ડા,ગૃહમંત્રી અમિત શાહ સહિત ભાજપના મંત્રીઓ અને નેતાઓ હૈદરાબાદમાંચૂંટણી સભાઓ ગજવી ચૂક્યા છે.