નવી દિલ્હીઃ કોંગ્રેસમાં અંદરોઅંદર ચાલી રહેલ વિવાદની વચ્ચે પાર્ટીના સીનિયર નેતા ગુલાન નબી આઝાદનું મોટું નિવેદન સામે આવ્યું છે. કોઈનું પણ નામ લીધા વગર તેમણે હાઈકમાન્ડ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, આજે કોંગ્રેસ સૌથી નીચલા સ્તર પર છે. પાર્ટીના મોટા નેતાઓનો કાર્યકર્તા સાથેનો સંપર્ક તૂટી ગયો છે. ફાઈવ સ્ટાર હોટલમાં બેસીને ચૂંટણી ન લડી શકાય.


ગુલાબ નબી આઝાદે કહ્યું કે, “જે લોકો ત્યાં હોય છે તેમનું કનેક્શન લોકો સાથે તૂટી ગયું છે. બ્લોકના લોકોની સાથે, જિલ્લાના લોકોની સાથે કનેક્શન તૂટી ગયું છે. સમસ્યા એ છે કે જ્યારે આપણી પાર્ટીમાં કોઈ પદાધિકારી બને છે તો તે લેટર પેડ તો છપાવી દે છે અને વિઝિટિંગ કાર્ડ બનાવી દે છે અને સમજે છે કે મારું કામ અહીં પૂરુ થઈ ગયું. જ્યારે કામ તો ત્યારે શરૂ થવું જોઈએ.”

એટલું જ નહીં ગુલાન નબી આઝાદે એક શેર પણ વાંચ્યો. તેમણે કહ્યું, “"પાર્ટી સાથે પ્રેમ હોવો જોઈએ. ये इश्क नहीं आसान बस इतना समझ ली जे, इक आग का दरिया है और डूब के जाना है. લોકો સમજે છે કે મહિલાઓને પ્રેમ કરવો જ ઈશ્ક છે. ભગવાન સાથે પ્રેમ, પોતાના પીર પેગંબર સાથે પ્રેમ, પોતાના ધર્મ સાથે પણ પ્રેમ હોય છે.”

જણાવીએ કે, આગામી નહિને કોંગ્રેસના અધ્યક્ષ પદની ચૂંટણી થવાની છે. પહેલા પણ અધ્યક્ષ પદની ચૂંટણીને લઈને વિવાદ થયો હતો. નેતાઓએ પત્ર લખ્યો હતો તેને લઈને પણ વિવાદ થયો હતો. હવે ગુલામ નબી આઝાદે જે નિવેદન આપ્યું છે તેનાથી એ સવાલ ઉભો થાય છે કે શું ફરી એક વખત અધ્યક્ષ પદને લઈને વિવાદ થશે?