તામિલનાડુ, પુડુચેરી અને કરાઈકલામાં 24 અને 25 નવેમ્બરે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી 24 કલાકમાં બંગાળની ખાડી અને દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં લો પ્રેશર સર્જાવાની શક્યતા છે.
માછીમારોને પણ 25 નવેમ્બર સુધી દરિયામાં નહીં જવાની સૂચના આપવામાં આવી છે. વાવાઝોડા તામિલનાડુ અને પુડુચેરીના કાંઠે ત્રાટકશે ત્યારે પવનની ગતિ પ્રતિ કલાક 80થી 90 કિ.મી રહેવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહીને પગલે ગતિ વાવાઝોડુ 50 કિ.મીની ઝડપે આગળ વધી રહ્યું છે. જો કે આ વાવાઝોડથી ગુજરાતમને કોઈપણ પ્રકારની અસર થાય તેની સંભાવના નહીંવત છે.