થોડા દિવસની અંદર જ આ બીજી વખત છે કે આઝાદને જમ્મુ કાશ્મીરમાં પ્રવેશ કરવાથી રોકવામાં આવ્યા છે. સુત્રોની જાણકારી અનુસાર આઝાદ સાંજે દિલ્હી પહોંચશે.
ઉલ્લેખનીય છે કે સરકારે જમ્મુ કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ 370 ના ઘણી જોગવાઈ હટાવ્યા બાદ અને રાજ્યને બે કેંદ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર અને લદાખમાં વિભાજિત કરવાનું પગલુ ઉઠાવ્યા બાદથી રાજ્યના ઘણા વિસ્તારોમાં સુરક્ષા અને ઘણા પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે.