SBIએ સિબિલ સ્કોરના આધારે હોમ લોનમાં 70 બેઝિક પોઇન્ટ એટલે કે, લગભગ 0.7 ટકા સુધીની છૂટ  આપવાની જાહેરાત કરી છે.


મકાન ખરીદીની યોજના બનાવતા  લોકોને એસબીઆઈએ મોટી ભેટ આપી છે.  ભારતીય સ્ટેટ બેંકે  હોમલોન પર વ્યાજ દરમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે.  એસબીઆઈએ સિબિલ ક્લાસના આધારે હોમ પર 70 બેઝિક પોઇન્ટ એટલે કે લગભગ 0.7 ટકા છૂટ આપવાની જાહેરાત કરી છે. સીબીઆઇએ વ્યાજ દરમાં રાહત આપતા હવે હોમ લોન માટે એસબીઆઇનો  6.70 વ્યાજ દર નક્કી કરાયો છે.

ભારતીય સ્ટેટ બેન્કે આ મુદ્દે જાહેરાત કરતા જણાવ્યું કે, આ વ્યાજ દર 31 માર્ચ 2021 સુધી જ લાગૂ થશે. આટલું જ નહીં એસબીઆઇએ આ સાથે 100 ટકા પ્રોસેસિંગ ફી પણ માફ કરવાની જાહેરાત કરી છે. બેન્કે જણાવ્યું છે કે, જેમનો સિબિલ સ્કોર સારો હશે તેમને વ્યાજ દરમાં છૂટ મળશે.