Trending Cycle Dance Video: સોશિયલ મીડિયા પર આવા લાખો વીડિયો જોવા મળે છે, જેમાં દુનિયાભરમાં છુપાયેલી પ્રતિભાનો અંદાજ લગાવી શકાય છે. માત્ર ભારતની વાત કરીએ તો અહીંના લોકો ટેલેન્ટના મામલે બીજા દેશના લોકોને માત આપતા જોવા મળે છે. નવરાત્રિના દિવસોમાં આવી જ એક યુવતીનો વીડિયો વાયરલ થયો છે, જે લોકોના દિલ જીતી રહી છે.


ટ્વિટર પર શેર કરવામાં આવેલા આ વીડિયોમાં તમે જોશો કે, રસ્તા પર એક છોકરી સાઈકલને હાથ લગાવ્યા વગર સાયકલ ચલાવી રહી છે. આ સાથે-સાથે છોકરીને માથા ઉપર ગરબો પણ મુક્યો છે અને તેની સાથે આ છોકરી સાઈકલ પર ડાન્સ પણ કરી રહી છે. આ છોકરીને એકસાથે ઘણી બધી વસ્તુઓ આ રીતે સરળતાથી કરતી જોવી એ લોકો માટે લ્હાવો બની ગયું છે. મહત્વનું છે કે, કોઈ પણ માણસ માટે એક સાથે બે કામ કરવા પણ અશક્ય હોય છે ત્યારે આ છોકરી માથા પર ગરબાનું સંતુલન, સાયકલનું સંતુલન, ડાન્સ અને સાયકલની ગતિનું સંતુલન એક સાથે જાળવી રાખીને પોતાના શ્રેષ્ઠ કૌશલ્યનું પ્રદર્શન કરી રહી છે.






વીડિયો વાયરલ થઈ રહ્યો છે


આ અદ્ભુત વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક છોકરી સાઈકલ ચલાવતી વખતે ડાન્સ કરી રહી છે અને તેણે તેના માથા પર ગરબો (મટકી) પણ મુકી છે. ઓનલાઈન વાયરલ થઈ રહેલો આ જબરદસ્ત વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર "@santoshsaagr" નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે.


21 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 24 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે, જ્યારે આ સુંદર વીડિયોને સેંકડો લોકોએ લાઈક પણ કર્યો છે. શાસ્ત્રીય નૃત્ય કરતી છોકરીની આ અદ્ભુત પ્રતિભાને લોકો પસંદ કરી રહ્યા છે. એક સાથે સાયકલ ચલાવીને ડાન્સ કરીને પોતાનું કૌશલ્ય બતાવતી આ છોકરીના બેલેન્સ રાખવાની કળાની લોકો ખુબ જ પ્રસંશા કરી રહ્યા છે.