PM Modi Has Top GLAR: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગમાં 21 વિશ્વ નેતાઓને પાછળ છોડીને ટોપ પર છે. વિશ્વના નેતાઓમાં સૌથી વધુ સારુ કામ કરનારા રાજકારણી તરીકે પીએમ મોદીને સૌથી વધુ પસંદ કરવામાં આવ્યા છે. તેમના પછી મેક્સિકોના રાષ્ટ્રપતિ એન્દ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાદોર બીજા નંબરે છે જ્યારે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બેનિઝ ત્રીજા નંબરે છે. આ રેટિંગ માર્ચના છેલ્લા એક સપ્તાહના છે.
75 ટકા લોકો માને છે કે મોદી ટોચના રાજનેતા
22 થી 28 માર્ચ સુધીના ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગમાં પીએમ મોદીને વિશ્વના 76 ટકા લોકોએ શ્રેષ્ઠ રાજનેતા તરીકે અપ્રુવલ મળ્યું હતું. 100 ટકા લોકોમાંથી 5 ટકા લોકોએ તેમના વિશે કોઈ અભિપ્રાય વ્યક્ત કર્યો નથી, જ્યારે 19 ટકા લોકોએ તેમને નાપસંદ કર્યા છે.
બીજી તરફ, મેક્સિકોના રાષ્ટ્રપતિ એન્દ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાદોરને 61 ટકા લોકોએ એક સારા રાજકારણી તરીકે પસંદ કર્યા છે. અને 4 ટકા લોકોએ તેમના વિશે કોઈ અભિપ્રાય વ્યક્ત કર્યો નથી. તેમને 34 ટકા લોકોએ નાપસંદ કર્યા હતા. ત્રીજા નંબરે 55 ટકા લોકોએ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બેનિઝને એક સારા રાજકારણી તરીકે પ્રશંસા કરવામાં આવી છે. જ્યારે 12 ટકા લોકોએ કહ્યું કે તેઓ તેમના વિશે કશું જાણતા નથી. 32 ટકા લોકોએ તેમને સારા નેતા તરીકે નકારી કાઢ્યા હતા.
મોદીએ બ્રિટન અને અમેરિકાને પાછળ છોડી દીધા
પીએમ મોદીએ એક સપ્તાહમાં પસંદગીના રાજનેતા તરીકે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડન, કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો જેવા જાણીતા નેતાઓને પણ પાછળ છોડી દીધા છે. આ એપ્રુવલ રેટિંગમાં યુએસ પ્રેસિડેન્ટ જો બાઇડન 41 ટકા પસંદ કરનારા લોકો સાથે છઠ્ઠા નંબર પર છે, જ્યારે જસ્ટિન ટ્રુડો 39 ટકા સાથે સાતમા નંબર પર છે. બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક 34 ટકા સાથે 10માં નંબરે છે.
માર્ચના અંતિમ સપ્તાહનું રેટિંગ
આ નવા મનપસંદ અથવા અપ્રુવલ રેટિંગ્સ 22-28 માર્ચ, 2023 દરમિયાન એકત્રિત કરવામાં આવેલા ડેટા પર આધારિત છે. અપ્રુવલ રેટિંગ દરેક દેશમાં પુખ્ત રહેવાસીઓની સાત દિવસની મૂવિંગ એવરેજ પર આધારિત છે. તેના સેમ્પલ સાઇઝ દેશો અનુસાર અલગ અલગ છે.
વોશિંગ્ટનની ઓનલાઈન સર્વે અને રિસર્ચ કંપની મોર્નિંગ કન્સલ્ટ પોલિટિકલ ઈન્ટેલિજન્સે આ રેટિંગ જાહેર કર્યું છે. હાલમાં આ કંપની કોઈપણ સરકારમાં નેતાઓની લોકોમાં રાજકારણી તરીકેની છબી (મતદારો તરીકે) પર નજર રાખી રહી છે. આ સાથે તે વિશ્વના દેશોની પ્રગતિના પથ પર પણ નજર રાખી રહી છે.