કોલકત્તાઃ નાગરિકતા સંશોધન કાયદાને લઇને દેશભરમાં થઇ રહેલા વિરોધ વચ્ચે પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે ભાજપ પર શાબ્દિક હુમલો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ભાજપની સ્થાપના 1980માં થઇ હતી અને તે આપણા 1970ના નાગરિકતાના દસ્તાવેજ માંગી રહ્યા છે. મમતા બેનર્દીએ કોલકત્તામાં રેલીમાં કહ્યું કે, જો ભાજપમાં હિંમત હોય તો તે સંશોધિત નાગરિકતા કાયદો અને એનઆરસી પર સંયુક્ત રાષ્ટ્રની દેખરેખમાં જનમત સંગ્રહ કરવો જોઇએ.


મમતા બેનર્જીએ કોલકત્તાની રેલીમાં કહ્યુ કે, અમે આ દેશમાં બીજાની દયા પર રહેતા નથી. બેનર્જીએ કહ્યુ કે, ભાજપ પોતાના કાર્યકર્તાઓ માટે ટોપી ખરીદી રહી છે જેને પહેરીને એક વિશેષ સમુદાયને બદમાન કરવા માટે સંપત્તિઓને નુકસાન પહોંચાડી રહી છે. ભાજપ નાગરિકતા સંશોધિત કાયદાથી હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે એક લડાઇ બનાવવા માંગે છે.