સૂત્રો અનુસાર, વર્તમાન ડેપ્યૂટી સ્પીકર માઇકલ લોબો, ચંદ્રકાન્ત કવલેકર, બાબૂશ મોન્સેરાત અને ફિલિપ નેરી રોડ્રિગ્સને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. ચંદ્રકાન્ત કવલેકરને ડેપ્યૂટી સીએમ બનાવે તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે કૉંગ્રેસના 15 ધારાસભ્યમાંથી 10 ધારાસભ્ય બુધવારે ભાજપમાં જોડાયા હતા. ભાજપનું સંખ્યાબળ હવે 17થી 27 થઈ ગયું છે. હવે તેને ગોવા ફોરવર્ડ અને નિર્દલીય ધારાસભ્યની જરૂર નથી. જ્યારે એક અન્ય નિર્દલીય ધારાસભ્ય ગોવિંદ ગાવડેને મંત્રીમંડળમાંથી કાઢવામાં આવશે. 40 સભ્યોની ગોવા વિધાનસભામાં હવે ભાજપના 27, કૉંગ્રેસના 5, ગોવા ફોરવર્ડ પાર્ટીના 3, મગો પાર્ટીના 1, નિર્દલીય 3 અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસના 1 ધારાસભ્ય છે.