ગોવામાં આજે થશે ફ્લોર ટેસ્ટ, 21 ધારાસભ્યો સાથે હોવાનો CM પ્રમોદ સાવંતનો દાવો
abpasmita.in
Updated at:
20 Mar 2019 12:07 PM (IST)
NEXT
PREV
પણજીઃ ગોવા વિધાનસભામાં આજે ભાજપની નવી સરકારનો ફ્લોર ટેસ્ટ છે. કોગ્રેસના સરકાર બનાવવાના દાવા વચ્ચે સોમવારે રાત્રે લગભગ 2 વાગ્યે વિધાનસભાના સ્પીકર રહેલા ભાજપના નેતા પ્રમોદ સાવંતે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. મનોહર પાર્રિકરના નિધાન બાદ મુખ્યમંત્રી પદ ખાલી પડ્યું હતું.
એક અધિકારીએ કહ્યું કે, રાજ્યપાલ મૃદુલા સિન્હાએ શક્તિ પરીક્ષણ કરાવવા માટે સાડા અગિયાર વાગ્યે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવ્યું છે. વિધાનસભામાં મુખ્યમંત્રી પ્રમોદ સાવંત પોતાની સરકારની બહુમત સાબિત કરશે. મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કહ્યું કે, તેમની સરકાર બહુમત સાબિત કરશે.
નોંધનીય છે કે ભાજપે 21 ધારાસભ્યોનો સાથ હોવાનો દાવો કર્યો છે. 40 સભ્યોની વિધાનસભામાં હાલમાં 36 ધારાસભ્યો છે. એટલે કે સરકાર જાળવી રાખવા માટે ભાજપને 19 ધારાસભ્યોની જરૂર છે. ભાજપે ગોવા ફોરવર્ડ પાર્ટી, મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી અને અપક્ષ ધારાસભ્યોનું સમર્થન હાંસલ છે. ભાજપ પાસે 12 ધારાસભ્યો છે. નોંધનીય છે કે જીએફપી અને એમજીપીએ તેમની પાર્ટીના નાયબ મુખ્યમંત્રી બનાવવાની શરત પર સાવંત સરકારને સમર્થન આપ્યું છે. જીએફપી વડા વિજય સરદેસાઇ અને એમજીપી ધારાસભ્ય સુદિન ધાવલિકરને નાયબ મુખ્યમંત્રી બનાવ્યા છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -