હાલ પારિકરની તબિયત સ્થિર છે અને તેઓને લગભગ 48 કલાક ડોક્ટરની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યાં છે. મનોહર પારિકરને હોસ્પિટલ લઈ ગયાં બાદ GMCHની બહાર મોટા પ્રમાણમાં પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે.
આ પહેલાં ગોવા સરકારના વરિષ્ઠ મંત્રી વિજય સરદેસાઈએ મુખ્યમંત્ર સાથે તેમના નિવાસ સ્થાને મુલાકાત કરી હતી. જે બાદ સરદેસાઈએ પારિકરને ઓક્સિજન પર રાખ્યાં હોવાની વાતને રદીયો આપ્યો હતો. પારિકર લગભગ છેલ્લાં એક વર્ષથી બીમાર છે.