મુંબઈઃ પુલવામા આંતકવાદી હુમલા બાદ પાકિસ્તાનની વિરૂદ્ધ ભડકેલા આક્રોશની વચ્ચે શનિવારે દેશના તમામ એરપોર્ટને હાઈએલર્ટ કરી દેવામાં આવ્યું છે. શનિવારે મુંબઈમાં એર ઈન્ડિયા એરલાઈનના ઓપરેશન સેન્ટરને ફોન કરીને ધમકી આપવામાં આવી કે ભારતીય કેરિયરની એક ફ્લાઈટને હાઈજેક કરી લેવામાં આવશે.
આ ઉપરાંત ફોન કરનારે એવી પણ ધમકી આપી હતી કે, પ્લેનને હાઈજેક કરીને પાકિસ્તાન લઈ જવામાં આવશે. આ બનાવ બાદ દેશના તમામ એરપોર્ટની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. તેમાં પ્લેનમાં સવાર થતાં પહેલાં તમામ મુસાફરોની તપાસ અને કાર પાર્કિગમાં આવનારી ગાડીઓની તપાસનો સમાવેશ થાય છે.
BCASએ કહ્યું છે કે, ટર્મિનલ અને ઓપરેશન ક્ષેત્રોમાં જતાં પહેલા કડક તપાસ કરવામાં આવી રહ્યા છે. એરપોર્ટ પર ગાડીઓની યોગ્ય તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત મુસાફરો, સ્ટાફ, સામાન અને કેટરિંગ વગેરેની કડક તપાસ કરવામાં આવે છે. એરપોર્ટ પરિસરની સુરક્ષા વધારવા માટે કહેવામા આવ્યું છે, જેમાં ક્વિક રિએક્શન ટીમ(QRT)ની ગોઠવણીનો પણ સમાવેશ થાય છે.
એર ઈન્ડિયાને ફોન પર મળી ધમકી, કહ્યું ફ્લાઈટને હાઈજેક કરીને પાકિસ્તાન લઈ જઈશું
abpasmita.in
Updated at:
24 Feb 2019 08:22 AM (IST)
MUMBAI, INDIA - SEPTEMBER 29, 2011: CISF Security at Departure, International Airport, Sahar, Mumbai.(Photo by Mahendra Parikh/Hindustan Times via Getty Images)
- - - - - - - - - Advertisement - - - - - - - - -