ગોરખપુર: લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકાર ખેડૂતોને મોટી ભેટ આપવા જઇ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશના ગોરખપુરથી ‘પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના’નો પ્રારંભ કરશે. આ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાનો પ્રથમ હપ્તો જારી કરશે. જેનો લાભ 12 કરોડ ખડૂતોને મળશે. પીએમ મોદી ખેડૂત સમારોહ બાદ જનસભાને પણ સબોધશે. આ સાથે ગોરખપુરમાં વિવિધ મોટી યોજાનાઓનું લોકાર્પણ પણ કરશે.


આ યોજનાની શરૂઆત કરતા પહેલા પીએમ મોદીએ શનિવારે એક ટ્વિટ કર્યું હતું કે, “કાલે (રવિવાર)નો દિવસ ઐતિહાસિક છે. ‘પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજાના’ની શરૂઆત ગોરખપુરથી થશે. આ એક એવી યોજના છે જે ભારતના તે કરોડ મહેનતી ખેડૂતોની આકાંક્ષાઓને પાંખ આપશે જે આપણા દેશનું ભરણ પોષણ કરે છે. ”

ટોંક રેલીમાં PM મોદી બોલ્યા - પાકિસ્તાનની ભાષા બોલી રહ્યું છે કૉંગ્રેસ
પીએમ મોદી ગોરખપુરમાં 1100 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણાધીન એમ્સમાં બનનારા ઓપીડી, ગોરખપુર-આજમગઢ એક્સપ્રેસ વેનો શુભારંભ કરશે. તે સિવાય ગોરખપુર મેડિકલ કૉલેજ 69.87 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ, મેડિકલ કોલેજમાં જ 10.77 કરોડના ખર્ચે નિર્મિત હૉસ્ટલ જેવા અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે.