નવી દિલ્હીઃ લગભગ એક મહિના સુધી દિલ્ગી સ્થિત એઇમ્સમાં સારવાર લઇ રહેલા ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરની સ્થિતિ ગંભીર બની ગઇ છે. આ વચ્ચે તેમને વિમાન મારફતે દિલ્હીથી ગોવા લઇ જવામાં આવ્યા છે. મુખ્યમંત્રી આવાસને હોસ્પિટલમાં બદલવામાં આવી રહ્યું છે. એક સતાવાર સૂત્રના મતે પર્રિકરની સ્થિતિ રવિવારે સવારે ખૂબ લથડી ગઇ છે અને તેમને ઇન્ટેન્સિવ કેર યુનિટમાં ભરતી કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને આઇસીયૂ અને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.


પૈક્રિયાઝની બીમારીની સારવાર કરાવવા માટે પર્રિકરને 15 સપ્ટેમ્બરના રોજ દિલ્હીની એઇમ્સમાં દાખલ કરાયા હતા. પર્રિકર ફેબ્રુઆરીથી બીમાર છે અને ગોવા, મુંબઇ, અને અમેરિકાના હોસ્પિટલમાં સારવાર કરાવી છે પરંતુ તેમની સ્થિતિમાં સુધારો થયો નથી.