નવી દિલ્હીઃ આજે દિલ્હી સહિત તમામ રાજ્યોના રાજધાનીઓમાં તિરંગો અડધી કાઠીએ ફરકાવવામાં આવશે. ગોવામાં 7 દિવસનો શોક જાહેર કરવામાં આવ્યો છે. મનોહર પર્રિકરને પીએમ નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ આપી હતી ત્યાર બાદ રક્ષામંત્રી નિર્મલા સીતારમણે પણ શ્રદ્ધાંજલિ આપી હતી. નરેન્દ્ર મોદીએ મનોહર પાર્રિકરના પુત્રો સાથે સાંત્વના પાઠવી હતી અને તેમની સાથે ચર્ચા કરી હતી.
મનોહર પર્રિકર પેંક્રિયાટિક કેન્સરથી પીડિત હતા. રાતે 8 વાગ્યે તેમના નિધનના સમાચાર આવ્યા હતા. પર્રિકરને કેન્સરની જાણ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં થઈ હતી. ત્યાર પછી તેમણે ગોવા, મુંબઈ, દિલ્હી અને ન્યૂયોર્કમાં સારવાર કરાવી હતી.
પર્રિકરનો પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે પણજીના ભાજપ કાર્યાલયમાં રાખવામાં આવ્યો હતો.