ગોવા: ગોવાના મુખ્યમંત્રી અને પૂર્વ રક્ષા મંત્રી મનોહર પર્રિકરનું 63 વર્ષની વયે લાંબી માંદગી બાદ નિધન થયું છે. ગોવામાં હજુ નવી સરકાર બનવામાં થોડોક સમય વધુ લાગશે. મનોહર પારિકરના નેતૃત્વવાળી ભાજપ સરકારમાં સામેલ રહેલ સહયોગી પાર્ટીઓની વચ્ચે એક મત બની શક્યો નથી. કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી રવિવારે અડધી રાત્રે 12.30 વાગ્યે જ સરકાર બનાવાની સંભાવના પર વાતચીત કરવા માટે ગોવા પહોંચ્યા હતાં.

મનોહર પારિકર સરકારમાં સામેલ રહેલ સહયોગી પાર્ટીઓ એમજીપી, ગોવા ફોરવર્ડ પાર્ટીની સાથો સાથ અપક્ષ ધારાસભ્યો સાથે તેમની વાતચીત થઈ હતી. આશા હતી કે, સહયોગીઓ સાથે વાત બન્યા બાદ સીએમ ચહેરાની જાહેરાત કરવામાં આવશે અને સોમવારે સવારે 9.30 વાગ્યા સુધીમાં નવી સરકારની રચના બની જશે. પરંતુ સીએમને લઈ સહયોગી પાર્ટીઓમાં સહમતી બની નહોતી.

નિતિન ગડકરીની સાથે મીટિંગ બાદ એમજીપીના સુદીન ધાવલિકરે કહ્યું કે, તેઓ પોતાના ધારાસભ્યોની સાથે ચર્ચા બાદ એક કલાકમાં નિર્ણય કરશે. તેમણે કહ્યું કે હું મારી પાર્ટીની કાર્યકારિણી કમિટીની મીટિંગમાં જઇ રહ્યો છું, હું તેમનો પ્રસ્તાવ લઇશ.