પણજી:કોરોનાની મહામારીમાં દેશના એક રાજ્યે મહત્વનો નિર્ણય લીધો છે. આ રાજ્યમાં રાજ્ય સરકારે કોરોનાના દર્દીનો ખાનગી હોસ્પિટલમાં પણ મફત ઇલાજ આપવનો નિર્ણય લીધો છે. દેશના ક્યાં રાજ્યમાં કોવિડના દર્દીને ખાનગી હોસ્પિટલમાં પણ મળશે મફત ઇલાજ જાણીએ
ગોવા સરકારે એ વાતનો ઇન્કાર કર્યો છે કે, જીએમસીએચ હોસ્પિટલમાં ઓક્સિજનના કારણે લોકોના મોત થઇ રહ્યાં છે. રાજ્ય સરકારે કહ્યું કે, દર્દીના મોત અને ઓક્સિજનની કમી બંનેને સાથે ન જોડવા જોઇએ.
પણજી: જીએમસીએચ હોસ્પિટલમાં ઓક્સિજનની કમીના કારણે મોત થતી હોવાની વાતનો ઇન્કાર કર્યો છે. રાજ્ય સરકારે જણાવ્યું કે, મોત અને ઓક્સિજનનની કમીને સાથે ન જોડવી જોઇએ. રાજ્ય સરકારના સીએમ પ્રમોદ સાવંતે જાહેરાત કરી છે કે, ગોવાની બધી જ ખાનગી હોસ્પિટલમાં કોવિડના દર્દીનો ઇલાજ મફત થશે.
ગોવા સરકારે રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમિતોના ઇલાજ કરી રહેલી બધી જ ખાનગી 1 હોસ્પિટલનો વહીવટ પોતાના હાથમાં લેવાનો નિર્ણય કર્યો છે. જેના પગલે ખાનગી હોસ્પિટલમાં કોવિડના દર્દીને મફત સારવાર આપવાનો નિર્ણય કરવાામં આવ્યો છે. સરકારે આ નિર્ણય નિયમોનું ઉલ્લંઘન થતાં ઉઠાવ્યો છે.
ઉલ્લેખનિય છે કે, 4 દિવસમાં જીએમસીએમમાં સારવાર કરી રહેલા 75 સંક્રમિતોના મૃત્યુ થઇ ગયા. જેને પ્રશાસન માટે ચેતાવણીની ઘંટી વગાડી છે. મુખ્યમંત્રી સાવંતે આ નિર્ણય કરવાનું કારણ રજૂ કરતા જણાવ્યું કે., પ્રાઇવેટ હોસ્પિટલમાં અહીં ઉપલબ્ધ કુલ બેડમાંથી 50 ટકા બેડ કોવિડ-19ના દર્દીઓ માટે રિઝર્વ ન હતા રાખવામાં આવતાં
મુખ્યમંત્રી સાવંતે કહ્યું, "અમારી સામે એવી અનેક ઘટના બની છે., જેમાં ખાનગી હોસ્પિટલે ડીડીએસએસવાય યોજના હેઠળ કોવિડના દર્દીનો ઇલાજ નથી કર્યો. ખાનગી હોસ્પિટલમાં દર્દીઓ પાસે તોતિંગ ફી લેવામાં આવી રહી હતી. હવે સરકાર 21 ખાનગી હોસ્પિટલનો વહીવટ હસ્તગત કરીને કોવિડના દર્દને મફત સારવાર આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગોવાના મુખ્યમંત્રી સાવંતના આ નિર્ણયને મહામારીના સમયમાં ગોવાની જનતાએ આવકાર્યો છે