નવી દિલ્લીઃ ટ્રેનમાં સ્લીપર ક્લાસમાં મુસાફરી કરતા યાત્રીઓ માટે સારા સમાચાર છે. એસીની જેમ હવે સ્લીપર ક્લાસમાં પણ યાત્રીઓને ચાદર , તકીયા અને કંબલ મળશે. તેના માટે રેલવે દ્વારા ઇ-બેડરોલ બૂકિંગ સુવિધા શરુ કરવામાં આવી છે.
હાલમાં ફક્ત એસી કોચના યાત્રીઓને જ બેડરોલ (ચાદર અને તકિયા ) આપવામાં આવ છે. પરંતું હવે જનરલ કોચમાં, સ્લીપર કોચના પ્રવાસીઓ પણ IRCTCની વેબસાઇટ પરથી બેડ રોલ બુક કરાવી શકાશે. અને યાત્રા શરૂ કરતા પહેલા IRCTCના કાઉંટર પરથી ચાદર,તકિયા અને કંબલ લઇ લેવાના રહેશે.
યાત્રીઓને આના માટે રૂપિયા ચુકવવા પડશે બે બડશીટ અને એક તકિયા માટે 140 રૂપિયા અને કંબલ માટે 110 રૂપિયા વધુ ચુકવા પડશે. યાત્રીઓ આ બેડરોલ 250 રૂપિયામાં ખરીદીને ઘરે પણ લઇ જઇ શકે છે.