નવી દિલ્લી: ભારતને આઝાદી મળી તેને આજે 70 વર્ષ થઈ ગયા છે. જેની ઉજવણી આખા દેશમાં હર્ષોલ્લાસથી થઈ રહી છે. આ જશ્નમાં દુનિયાના સૌથી જાણીતા સર્ચ એન્જિન ગૂગલે પણ તેની શુભેચ્છાઓ પાઠવી છે.

ગૂગલે ડૂડલ દ્વારા ભારતના સ્વતંત્રતા દિવસને તેના હોમપેજ પર જગ્યા આપી છે. ગૂગલે ભારતના પહેલા પ્રધાનમંત્રી પંડિત જવાહર લાલ નહેરૂના ઐતિહાસિક ભાષણને ગ્રાફિક્સ દ્વારા બતાવ્યા છે.

ઉલ્લેખનીય છે કે તે ઐતિહાસિક ભાષણ હતું જ્યારે પંડિત નહેરૂ બોલ્યા હતા, કે મધ્યરાત્રિની આ ક્ષણે જ્યારે આખી દુનિયા નિદ્રાધીન છે, ત્યારે ભારત તેના નવા જીવન અને આઝાદી માટે આંખો ખોલી રહ્યું છે.

ડૂડલના બેકગ્રાઉંડમાં એસેમ્બલી હોલની તસવીર બનેલી છે. જ્યાં ભારત પહેલા સ્વતંત્રતા દિવસની ઘોષણા કરવામાં આવી હતી.