નવી દિલ્લી: દેશ આજે પોતાનો 70મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. આ નિમિત્તે લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રી મોદી થોડા જ સમયમાં ત્રિરંગો ફરકાવશે. અને દેશને સંબોધિત કરશે. પીએમ મોદી સવારે 7:20એ લાલ કિલ્લાના લાહોરી ગેટ પહોંચ્યા હતા. ત્યાં તેમનું સ્વાગત રક્ષા મંત્રી મનોહર પાર્રિકર કરશે.
આ પહેલા 7 વાગ્યે પીએમ મોદી રાજઘાટ પર રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની સમાધિએ પહોંચીને શ્રદ્ધાજલિ અર્પણ કરી હતી.
આ દરમિયાન લાલ કિલ્લા પર મહેમાનો પહોંચી ગયા છે. દિલ્લીના મુખ્યમંત્રી કેજરીવાલ સાથે ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને એલજી નજીબ જંગ મંચ પર બિરાજમાન થઈ ચૂક્યા છે.
આ દરમિયાન રક્ષા રાજ્યમંત્રી સુભાષ રાવ ભાંભરે, ત્રણેય સેનાના વડાઓ અને રક્ષા સચિવ જી મોહન કુમાર પીએમ મોદીની આગેવાની કરી હતી. તે પછી દિલ્લી એરિયા જીઓસી લેફ્ટનંટ જનરલ વિજય કુમારના નેતૃત્વમાં ત્રણેય સેનાની ટુકડીઓ દિલ્લી પોલીસની ટુકડીઓ પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર આપ્યુ હતું.
આ પછી 7:32એ લાલ કિલ્લા પર પીએમ ત્રિરંગો ફરકાવશે. મોદી 7:35એ દેશને સંબોધિત કરશે. પીએમ મોદી ત્રીજી વાર લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કરશે.