નવી દિલ્લી: સોનિયા ગાંધીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈને ઘરે તો આવી ગયા છે, પરંતુ થોડા અઠવાડિયા સુધી ડૉક્ટરોએ આરામ કરવાની સલાહ આપી છે. તેના માટે 15 ઓગસ્ટના દિવસે સવાલ એવો ઉભો થાય છે કે દિલ્લી પાર્ટી કાર્યાલય પર ઝંડો કોણ ફરકાવશે? અને જવાબમાં રાહુલ ગાંધી છે.
ત્યારપછી ફરીથી સવાલ ઉઠ્યો કે 1998માં પાર્ટી અધ્યક્ષ બન્યા પછી માત્ર એકવાર જ એવું બન્યું હતું. વર્ષ 2011માં સોનિયા ગાંધી પોતાની બીમારીના કારણે વિદેશમાં સારવાર લઈ રહ્યા હતા, ત્યારે આશા સેવવામાં આવી રહી હતી કે સોનિયાની જગ્યાએ રાહુલ ઝંડો ફરકાવશે. અને રાહુલ ગાંધી ટોપી પહેરીને કોંગ્રેસ કાર્યાલય આવ્યા પણ હતા. પરંતુ છેલ્લા સમયે તેમને કોષાધ્યક્ષ અને સીનિયર નેતા મોતીલાલ વોરાને ઝંડો ફરકાવવાની અપીલ કરી હતી, અને વોરાએ રાહુલની વાતનું સમ્માન કરતા ઝંડો ફરકાવ્યો હતો.