ખેડૂતોને રાહત, હવે 500 અને 1000 ની જૂની નોટથી ખરીદી શકશે બિયારણ
abpasmita.in
Updated at:
21 Nov 2016 09:30 PM (IST)
NEXT
PREV
નવી દિલ્લી: 500 અને1000 રૂપિયાની નોટબેન થતા મુશ્કેલીનો સામનો કરી રહેલા ખેડૂતો માટે સરકારે રાહત કરી છે. બીયારણની ખરીદી કરવા માટે ખેડૂત 500 રૂપિયાની જૂની નોટનો ઉપયોગ કરી શકશે. જૂની નોટથી બીજ કેંદ્ર સરકાર, રાજ્ય સરકાર, સાર્વજનિક ઉપક્રમો, રાષ્ટ્રીય તેમજરાજ્ય બીજ નિગમના કેંદ્રો અને કેંદ્રીય તેમજ રાજ્ય કૃષિ વિશ્ર્વવિધાલયોના કેંદ્રોમાંથી ખરીદી કરી શકાશે. આ સાથે રિજર્વ બેંકે કર્જ લોન, હોમ લોન, કાર લોન સહિત એક કરોડ રૂપિયાથી ઓછી લોનની ચૂકવણી કરતા લોકોને મોટી રાહત આપતા ચૂકવણી કરવા માટે 60 દિવસનો વધારાનો સમય ફાળવ્યો છે. એક નવેંબરથી 31 ડિસેમ્બર સુધીની લોનની ચૂકવણીમાં આ નિયમ લાગૂ પડશે. વિત્ત મંત્રાલયે ખેડૂતોને રાહત આપતા જાહેરાત કરી કે ખેડૂત ઓળખ કાર્ડ દેખાડી રાજ્ય બીજ નિગમો. કેંદ્રીય અને રાજ્ય વિશ્ર્વ વિધાલયોના કેંદ્રો પાસેથી બીજની ખરીદી કરી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -