નવી દિલ્લી: વિવાદિત ઈસ્લામિક ધર્મગુરૂ જાકિર નાઈકના એનજીઓ ઈસ્લામિક રિસર્ચ ફાઉંડેશન પર કેંદ્ર સરકારે 5 વર્ષનો બેન લગાવ્યો છે. આતંકી પ્રવૃતિઓ સાથે જોડાયેલા રહેવાનો તેના પર આરોપ હતો.
આ પહેલા જાકિર નાઈકની સંસ્થા પર વિદેશથી ફાળો લેવા પર રોક લગાવવામાં આવી હતી.જાકિર નાઈકની સંસ્થા ઈસ્લામિક રિસર્ચ ફાઉંડેશન ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે બાંગ્લાદેશમાં થયેલા આતંકી હુમલામાં આતંકીઓએ જાકિર નાઈકના ભાષણોથી પ્રભાવિત હોવાનું કહ્યું હતું. ગૃહ મંત્રાલય જાકિર નાઈકની સંસ્થા પર પ્રતિબંધ લગાવવા જઈ રહી છે.