ભાજપના નેતા ગીરિશ મહાજને દાવો કર્યો છે કે, અમે 170 ધારાસભ્યોની સાથે બહુમત સાબિત કરીશું. અજીત પવારે રાજ્યપાલને પત્ર લખ્યો છે કે, એનસીપીએ બીજેપીને સમર્થન છે. અજીત પવાર ધારાસભ્ય દળના નેતા છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે, NCPના તમામ ધારાસભ્યો ભાજપના સમર્થનમાં છે.
ભાજપના પ્રવક્ત સૈયદ જફર ઈસ્લામે કહ્યું કે, મહારાષ્ટ્રમાં નવી સરકારની પાસે પૂર્ણ બહુમત છે. વિધાનસભામાં મુખ્યમંત્રી સ્પષ્ટ રીતે બહુમત સાબિત કરી દેશે. બહુમતના આંકડા પર તેમણે મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલના હવાલાથી દાવો કર્યો છે કે, સરકારના સમર્થનમાં ઓછામાં ઓછા 168 ધારાસભ્યોનું સમર્થન છે.
મહત્વની વાત છે કે, દેવેન્દ્ર ફડણવીસએ રાતે 9:30 વાગે જ રાજ્યપાલની પાસે જઈને સરકાર બનાવવાનો દાવો રજુ કરી દીધો હતો. બીજેપ નેતા ગિરીશ મહાજને દાવો કર્યો છે કે, અજીત પવારને એનસીપીના 54 ધારાસભ્યોનું સમર્થન છે. નવી સરકારને 30 નવેમ્બર સુધી બહુમત સાબિત કરવી પડશે.